Ramayanaએ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, રણબીર કપૂરની ફિલ્મે રિલીઝ પહેલાં જ કરી અધધ કમાણી


Ramayana
Ramayanaએ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, રણબીર કપૂરની ફિલ્મે રિલીઝ પહેલાં જ કરી અધધ કમાણી


Ramayana
Ramayana: બોલીવુડ એક્ટર રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર ચર્ચાનો વિષય બની છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મની એડવાન્સ બુકિંગના આંકડા પણ તેની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. રિલીઝ પહેલાં જ ફિલ્મે ટિકિટ વેચાણમાં કરોડો રૂપિયાની કમાણી નોંધાવી છે.
એડવાન્સ બુકિંગમાં 13.26 કરોડ રૂપિયાનું કલેક્શન
મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘રામાયણ’ની એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં કુલ 13.26 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. બ્લોક સીટ્સની કમાણીને બાદ કરતાં આ આંકડો 10.67 કરોડ રૂપિયા રહ્યો છે. ફિલ્મના અત્યાર સુધીમાં 2.45 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂક્યા છે. દેશભરના 166 શહેરોમાં 5,604થી વધુ શો માટે બુકિંગ નોંધાયું છે.
હિન્દી વર્ઝનને સૌથી વધુ પ્રતિસાદ
એડવાન્સ બુકિંગમાં હિન્દી વર્ઝન સૌથી આગળ ચાલી રહ્યું છે. હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં 11.36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સિવાય કન્નડ અને તેલુગુ વર્ઝનને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં ફિલ્મની ટિકિટોની માગ વધુ જોવા મળી રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, એડવાન્સ બુકિંગની આ ગતિ જળવાઈ રહેશે તો ફિલ્મ ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી શકે છે.
રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ તેની સૌથી મોટી ખાસિયત છે. રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનો રોલ ભજવશે. ‘KGF’ ફેમ યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. સની દેઓલ ભગવાન હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. જ્યારે લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવશે.
મેકર નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારી માટે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ફિલ્મની એડવાન્સ બુકિંગને મળેલો પ્રતિસાદ જોતાં હવે દર્શકોની નજર તેના પ્રથમ દિવસના કલેક્શન પર ટકેલી છે. પરંતુ ફિલ્મની વાસ્તવિક સફળતા રિલીઝ બાદના દર્શકોના પ્રતિસાદ અને બોક્સ ઓફિસના આંકડાઓ પરથી જ નક્કી થશે.
આ પણ વાંચો: Ramayanaનું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ, અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજે જીત્યાં ફેન્સનાં દિલ





