Ramayanaનું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ, અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજે જીત્યાં ફેન્સનાં દિલ


Ramayana
Ramayanaનું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ, અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના અવાજે જીત્યાં ફેન્સનાં દિલ


Ramayana
Ramayana: રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં ભગવાન શ્રીરામ અને માતા સીતાના પ્રેમ, લગ્ન અને તેમના પવિત્ર સંબંધને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના મધુર અવાજે ગીતને વધુ ભાવુક અને યાદગાર બનાવ્યું છે. ગીતના સંગીત અને ભવ્ય દૃશ્યો દર્શકોને રામાયણની દુનિયાની ઝલક આપે છે.
રામ-સીતાના લગ્નની સુંદર ઝલક
‘મંગલ રંગ’ની શરૂઆત મિથિલાના મનમોહક દૃશ્યોથી થાય છે. ગીતમાં માતા સીતાના સ્વયંવર અને ભગવાન શ્રીરામ સાથેના તેમના લગ્નની ઝલક જોવા મળે છે. રણબીર કપૂર ભગવાન શ્રીરામ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં નજરે પડે છે. બંનેની કેમેસ્ટ્રી અને અભિવ્યક્તિ દર્શકોનું ધ્યાન ખેંચે છે.
ગીતમાં માત્ર લગ્નની ખુશીઓ જ નહીં, પરંતુ રામ-સીતાના સંબંધમાં રહેલો પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ પણ દર્શાવવામાં આવ્યું છે. અયોધ્યાથી લઈને વનવાસ સુધીની ઝલક ગીતને વધુ ભાવનાત્મક બનાવે છે.
View post on Instagram
5 ભાષાઓમાં રિલીઝ થયું ગીત
નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’નું આ ગીત હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થયું છે. હિન્દી વર્ઝનમાં અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે. ગીતનું સંગીત એ.આર. રહેમાને તૈયાર કર્યું છે, જ્યારે હિન્દી ગીતના શબ્દો ડો. કુમાર વિશ્વાસે લખ્યા છે.
ક્યારે રિલીઝ થશે ‘રામાયણ’?
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ 2 ભાગમાં રિલીઝ થવાની છે. તેનો પ્રથમ ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ થિયેટરમાં આવશે, જ્યારે બીજા ભાગને 2027માં દિવાળીના અવસર પર રિલીઝ કરવાની યોજના છે. ‘મંગલ રંગ’ની રિલીઝથી ફિલ્મને લઈને ફેન્સની ઉત્સુકતા વધુ વધી છે.
આ પણ વાંચો: Amitabh Bachchanએ આપ્યું હેલ્થ અપડેટ, KBCના શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજા





