Amitabh Bachchanએ આપ્યું હેલ્થ અપડેટ, KBCના શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજા

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને "કૌન બનેગા કરોડપતિ" ના સેટ પર ઈજા થયા બાદ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે. એક્ટરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હેલ્થ અપડેટ આપ્યું છે.
Nancy ShuklaUpdated on: 25 Oct 2026 07:47 PM IST
Amitabh Bachchanએ આપ્યું હેલ્થ અપડેટ, KBCના શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજાAmitabh Bachchanએ આપ્યું હેલ્થ અપડેટ, KBCના શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજા

Amitabh Bachchan

Amitabh Bachchan: બોલીવુડના એક્ટર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે તેમના હેલ્થ ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. પોપ્યુલર ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના શૂટિંગ દરમિયાન ઈજા થયા બાદ બિગ બી આરામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમને સોશિયલ મીડિયા પર વધુ આરામની જરૂરિયાત વિશે માહિતી આપી છે. આ સમાચાર બાદ ફેન્સ તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

‘હજુ વધુ આરામની જરૂર છે’: અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગિંગ પ્લેટફોર્મ ટમ્બલર પર હેલ્થ અંગે અપડેટ આપતાં લખ્યું હતું કે તેમને હજુ વધુ આરામ કરવાની જરૂર છે. તેમને પોતાના શરીરની કાર્યપ્રણાલી અને તેની વિશિષ્ટ ક્ષમતાઓ વિશે વિચારવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આ પહેલાં તેમને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ડોક્ટરોએ તેમને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. આ કારણે તેઓ હાલ નિયમિત રીતે લખી શકતા નથી. પરંતુ તેમના તાજેતરના મેસેજમાં તેમને પોતાની તબિયતમાં કેટલો સુધારો થયો છે અથવા સંપૂર્ણ સ્વસ્થ થવામાં કેટલો સમય લાગશે તેની સ્પષ્ટ માહિતી આપી નથી.

આરામ દરમિયાન બ્રહ્માંડ વિશે નવી જાણકારી મેળવી રહ્યા છે

આરામના સમયનો ઉપયોગ અમિતાભ બચ્ચન નવી બાબતો શીખવા માટે કરી રહ્યા છે. 24 ઓક્ટોબરે શેર કરેલા બ્લોગમાં તેમને અંતરિક્ષ, ગ્રહો, તારાઓ અને બ્લેક હોલ જેવા વિષયો પ્રત્યેનો રસ વ્યક્ત કર્યો હતો.

Amitabh.webp

તેમને જણાવ્યું કે બ્રહ્માંડનાં રહસ્યો વિશે જાણવું તેમના માટે રસપ્રદ અનુભવ રહ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન તેમને ઘણું નવું શીખવા મળ્યું છે. બ્રહ્માંડમાં રહેલા અજાણ્યા રહસ્યો વિશે કેટલીક રસપ્રદ માહિતી પણ તેમને જાણવા મળી છે. બિગ બીએ સંકેત આપ્યો હતો કે સમય અનુકૂળ રહેશે તો તેઓ આ માહિતી પોતાના બ્લોગ દ્વારા ફેન્સ સાથે શેર કરશે.

પાપારાઝી અને સોશિયલ મીડિયા યુઝર્સ પર કર્યો કટાક્ષ

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગના અંતમાં પાપારાઝી અને સોશિયલ મીડિયા યુઝર્સ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમને મજાકિયા અંદાજમાં લખ્યું કે હાલ તેઓ કોઈ ખાસ ખુલાસો કરી રહ્યા નથી અને પાપારાઝીને અહીંથી હેડલાઈન બનાવશે. તેમની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

અમિતાભ બચ્ચન સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો અને દૈનિક જીવન સાથે જોડાયેલી બાબતો ફેન્સ સાથે શેર કરતા રહે છે. પરંતુ હાલ તેઓ ડોક્ટરોની સલાહ મુજબ આરામ પર ધ્યાન આપી રહ્યા છે.

આ પણ વાંચો: Ramayana 2: 'રામાયણ 2' ની રિલીઝમાં વિલંબ! રણબીર કપૂરે સંદીપ રેડ્ડી વાંગાને અગાઉથી કરી જાણ?

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.