Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ બદલાઈ! ક્યારે રિલીઝ થશે ફિલ્મ?


Ramayana
Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ બદલાઈ! ક્યારે રિલીઝ થશે ફિલ્મ?


Ramayana
Ramayana: બોલીવુડ એક્ટર રણબીર કપૂરના ઘણા ફેન્સ "રામાયણ" ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર નમિત મલ્હોત્રાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 6 નવેમ્બરે વિદેશમાં અને ભારતમાં દિવાળી એટલે કે 8 નવેમ્બરે રિલીઝ થશે. પરંતુ હવે સમાચાર છે કે આ યોજનામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. મેકર્સે ફિલ્મને નિર્ધારિત તારીખ કરતાં વહેલા રિલીઝ કરશે.
મીડિયા રિપોર્ટ મુજબ, મેકર્સ હવે "રામાયણ" 5 નવેમ્બરના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ તારીખને વિશ્વવ્યાપી રિલીઝ તરીકે દર્શાવવામાં આવી રહી છે. આનો અર્થ એ થયો કે ફિલ્મ ભારત અને વિદેશમાં અલગ અલગ તારીખે રિલીઝ થશે નહીં, જેમ કે પહેલા હતી, પરંતુ 5 નવેમ્બરના રોજ વિદેશી અને સ્થાનિક બજારોમાં રિલીઝ થશે. આ નવી રિલીઝ તારીખ પર બધા લગભગ સંમત છે. અંતિમ મંજૂરી પછી મેકર્સ આ નવી રિલીઝ તારીખની જાહેરાત કરશે.
'રામાયણ' દિવાળીના 3 દિવસ પહેલા રિલીઝ થશે
મીડિયા રિપોર્ટ મુજબ 2014 થી, મોટાભાગની ફિલ્મો દિવાળી પછીના દિવસે રિલીઝ થઈ છે. આનું કારણ એ છે કે એવું માનવામાં આવે છે કે લોકો દિવાળી પર તહેવારમાં વ્યસ્ત હશે અને ફિલ્મ જોવા નહીં આવે. પરંતુ " રામાયણ"ના મેકર્સે દિવાળીના 3 દિવસ પહેલા તેમની ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
View post on Instagram
આ ફિલ્મમાં મેકર્સનો વિશ્વાસ દર્શાવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ મોટી સંખ્યામાં લોકોને થિયેટરોમાં આકર્ષિત કરશે અને સારી આવક મેળવી શકશે.
2 ભાગની ફિલ્મ છે રામાયણ
"રામાયણ" 2 પાર્ટની ફિલ્મ છે. પહેલો ભાગ આ વર્ષે આવી રહ્યો છે, અને બીજો ભાગ 2027 માં દિવાળી પર રિલીઝ થશે. નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે. સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. યશ રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે. રવિ દુબે, રકુલ પ્રીત સિંહ અને સની દેઓલ જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મનો ભાગ છે.
આ પણ વાંચો: Ranbir Kapoorના જન્મદિવસ પર માતા નીતુની ઈમોશનલ પોસ્ટ, કહ્યું- 'તું હંમેશા મારો...'





