Ramayana: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'થી દીકરી રાહાનું બોલીવુડ ડેબ્યૂ, રામ-સીતા અને લક્ષ્મણ સાથે આપ્યો શોટ!

Ramayana: રણબીર કપૂરે ખુલાસો કર્યો કે દીકરી રાહાએ 'રામાયણ'માં તેની, સાઈ પલ્લવી અને રવિ દુબે સાથે એક શોટ આપ્યો છે. રણબીરે ઈન્ટરવ્યૂમાં આ ખાસ વાતનો ખુલાસો કર્યો.
Nancy Shukla
Ramayana: રણબીરની 'રામાયણ'થી રાહાનું બોલીવુડ ડેબ્યૂRamayana: રણબીરની 'રામાયણ'થી રાહાનું બોલીવુડ ડેબ્યૂ

Ramayana: રણબીરની 'રામાયણ'થી રાહાનું બોલીવુડ ડેબ્યૂ

Ramayana: બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂર પણ હવે ફિલ્મી દુનિયા સાથે જોડાઈ ગઈ છે. રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ પાર્ટ 1'માં રાહાએ પણ એક નાનકડો શોટ આપ્યો હોવાનો ખુલાસો પોતે રણબીરે કર્યો છે. ખાસ વાત એ છે કે રાહાએ ફિલ્મમાં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવતા કલાકારો સાથે શૂટિંગ કર્યું છે.

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું અને રવિ દુબે લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યા છે. યશ અને સની દેઓલ સહિતના કલાકારો પણ આ ફિલ્મનો હિસ્સો છે.

રણબીર કપૂરે કર્યો મોટો ખુલાસો

'રામાયણ પાર્ટ 1'ના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં રણબીરને પૂછવામાં આવ્યું હતું કે એક પિતા તરીકે રામાયણની વાર્તાની તેમના પર કેવી અસર થઈ છે. તેના જવાબમાં તેમણે જણાવ્યું કે રાહાને રામાયણની વાર્તામાં ખૂબ રસ છે.

રણબીરના જણાવ્યા અનુસાર, તેઓ અને આલિયા રાહાને નાનપણથી જ વાર્તાઓ સંભળાવતા આવ્યા છે. રાહા ઘણી વખત ફિલ્મના સેટ પર પણ આવતી હતી. આ દરમિયાન તેને રણબીર, સાઈ પલ્લવી અને લક્ષ્મણનું પાત્ર ભજવતા રવિ દુબે સાથે એક શોટ પણ આપ્યો હતો.

રણબીરે કહ્યું કે રાહા પણ આ ફિલ્મી સફરનો એક ભાગ રહી છે. તેને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે રાહા સ્ક્રીન પર જે પહેલી વાર્તા જોશે તે 'રામાયણ' હશે, તે વાત તેના માટે ખાસ છે.

કેટલા વર્ષની છે રાહા કપૂર?

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો. એટલે કે 5 નવેમ્બર 2026ના રોજ ફિલ્મની રિલીઝના બીજા જ દિવસે રાહા 4 વર્ષની થશે.

આ ફિલ્મમાં શૂટિંગ દરમિયાન રાહાની ઉંમર આશરે 3 વર્ષની હતી. રસપ્રદ વાત એ છે કે રાહાની માતા આલિયા ભટ્ટે પણ નાની ઉંમરે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે બાળ કલાકાર તરીકે 1999માં આવેલી ફિલ્મ 'સંઘર્ષ'માં કામ કર્યું હતું.

આ રીતે રાહા કપૂરનો 'રામાયણ'માં નાનકડો શોટ તેના પરિવાર માટે યાદગાર બની શકે છે. પરંતુ ફિલ્મમાં રાહાનો શોટ કેટલો લાંબો હશે અને તે કયા દૃશ્યમાં જોવા મળશે, તે અંગે વધુ વિગતો સામે આવી નથી.

આ પણ વાંચો: Ayushmann Khurrana: આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર આરોપી ઝડપાયો, બેંગલુરુથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ