Ramayana: રણબીર કપૂરની 'રામાયણ' 40 ભાષાઓમાં થશે રિલીઝ! વિશ્વભરમાં મચાવશે ધૂમ


Ramayana
Ramayana: રણબીર કપૂરની 'રામાયણ' 40 ભાષાઓમાં થશે રિલીઝ! વિશ્વભરમાં મચાવશે ધૂમ


Ramayana
Ramayana: રણબીર કપૂરની "રામાયણ" ના ભાગ 1 ના રિલીઝ થવામાં એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. આ ફિલ્મ દિવાળી પર વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થવાની છે. દર્શકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર, ટીઝર અને અસંખ્ય પોસ્ટર્સે ફિલ્મ માટે પહેલેથી જ ચર્ચા જગાવી દીધી છે.
મેકર્સ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં મોટા પાયે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે તે લગભગ 40 ભાષાઓમાં ડબ વર્ઝનમાં રિલીઝ થશે તેવું જાણવા મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ મેકર નમિત મલ્હોત્રા અને તેમની ટીમ રામાયણની ભવ્ય રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. મેકર્સ ઈચ્છે છે કે આ ફિલ્મ વિશ્વભરમાં ભારતની સૌથી મોટી રિલીઝ બને. ટીમ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અથાક મહેનત કરી રહી છે. સિનેમાકોન 2026 અને સાન ડિએગો કોમિક-કોનમાં ફિલ્મના પ્રમોશનનું પણ આ જ કારણ હતું. મીડિયા રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય વિતરણ માટે સોની પિક્ચર્સ ટેલિવિઝનની પસંદગી પણ આ યોજનાનો એક ભાગ છે.
View post on Instagram
આટલી બધી ભાષાઓમાં રિલીઝ થનારી પહેલી ભારતીય ફિલ્મ
રિપોર્ટમાં જણાવાયું છે કે, "ફિલ્મ સમગ્ર વિશ્વ સુધી પહોંચે અને 'રામાયણ' લગભગ 40 ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. પરિણામે, સબટાઈટલ પર આધાર રાખવાને બદલે, દર્શકો આ ફિલ્મને તેઓ સમજે તેવી ભાષામાં જોઈ શકશે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય ફિલ્મને આટલા મોટા પાયે ડબ કરવામાં આવી છે. ફિલ્મ કઈ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે તેની સંપૂર્ણ યાદી એક કે બે અઠવાડિયામાં રિલીઝ કરવામાં આવશે."
રામાયણ ફિલ્મમાં જોવા મળશે આ સ્ટાર્સ
'રામાયણ' બે ભાગમાં બની રહી છે. પહેલો ભાગ 5 નવેમ્બરે રિલીઝ થશે. બીજો ભાગ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી સીતા તરીકે, સની દેઓલ હનુમાન તરીકે, યશ રાવણ તરીકે, રવિ દુબે લક્ષ્મણ તરીકે અને અરુણ ગોવિલ રાજા દશરથ તરીકે જોવા મળશે. આ મુખ્ય પાત્રો સિવાય બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સ અન્ય મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. એઆર રહેમાન અને હંસ ઝિમ્મરે સંગીત આપ્યું છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 ઓક્ટોબરથી શરૂ થશે.
આ પણ વાંચો: Ranveer Singhએ નીતા અંબાણી સાથે કર્યા ગરબા, વાયરલ થયો વીડિયો





