Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ વિદેશમાં મચાવી ધૂમ, એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી!


Ramayana
Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ વિદેશમાં મચાવી ધૂમ, એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી!


Ramayana
Ramayana: બોલીવુડના સુપરસ્ટાર રણબીર કપૂર અને સાઉથના એક્ટર યશની મચઅવેટેડ ફિલ્મ 'રામાયણ'ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 5 નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મે રિલીઝ પહેલાં જ ઈન્ટરનેશનલ બજારમાં ધમાકેદાર શરૂઆત કરી છે. તાજેતરમાં લોસ એન્જલસમાં ફિલ્મનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું. ત્યારબાદ વિદેશોમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ અને પ્રી-સેલ્સમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
વિદેશી બજારમાં રિલીઝ પહેલાં જ કરોડોની કમાણી
પ્રારંભિક આંકડા અનુસાર ‘રામાયણ’એ વિદેશી બજારોમાં ઓપનિંગ વીકએન્ડ માટે અંદાજે 2.85 મિલિયન ડોલર એટલે કે લગભગ 27 કરોડ રૂપિયાની પ્રી-સેલ્સ કરી છે. આ કમાણીનો મોટો હિસ્સો ઓપનિંગ ડે માટેની ટિકિટના વેચાણમાંથી આવ્યો છે. નોર્થ અમેરિકામાં બુધવારના પ્રિવ્યૂથી જ ફિલ્મે 87,500 ડોલરની કમાણી કરી છે.
અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ જેવા દેશોમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેડ નિષ્ણાતોના અંદાજ મુજબ ફિલ્મ વિદેશી બજારમાં ઓપનિંગ વીકએન્ડ દરમિયાન 20 મિલિયન ડોલરથી વધુનો બિઝનેસ કરી શકે છે.
ભારતમાં પણ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ
માત્ર વિદેશમાં જ નહીં, ભારતમાં પણ ‘રામાયણ’નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશની નેશનલ સિનેમા ચેઇન્સમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ ઝડપથી આગળ વધી રહી છે. રિલીઝના પ્રથમ દિવસ માટે અત્યાર સુધીમાં 1.33 લાખથી વધુ ટિકિટ વેચાઈ હોવાના અહેવાલ છે. રણબીર કપૂરની લોકપ્રિયતા અને યશની મજબૂત ફેન ફોલોઈંગને કારણે ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
‘જવાન’ અને ‘ધુરંધર 2’ના રેકોર્ડ પર નજર
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ‘રામાયણ’ શાહરુખ ખાનની ‘જવાન’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’ના પ્રી-સેલ્સ રેકોર્ડ તોડી શકશે? પ્રારંભિક સરખામણી પ્રમાણે, ‘રામાયણ’ની વિદેશી પ્રી-સેલ્સ ‘ધુરંધર 2’ કરતાં લગભગ 25 ટકા ઓછી છે. પરંતુ મિડલ ઈસ્ટને બાદ કરતાં તેની પ્રી-સેલ્સ ‘જવાન’ કરતાં લગભગ 80 ટકા વધુ હોવાનું કહેવાય છે.
તમને જણાવી દઈએ કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ને મિડલ ઈસ્ટમાં રિલીઝની મંજૂરી મળી ન હતી. બીજી તરફ ‘જવાન’એ આ વિસ્તારમાં 7.10 મિલિયન ડોલરના ઓપનિંગ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે જોવાનું એ રહેશે કે રણબીર કપૂર અને યશની ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર કેટલા નવા રેકોર્ડ બનાવે છે.





