Get News Alerts

Never miss breaking news updates.

Ramayana: કૈકેયી અને મંથરાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, શીબા ચઢ્ઢાના લુકે ફેન્સનું વધાર્યું એક્સાઈટમેન્ટ

Ramayana: લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવી રહી છે, અને શીબા ચઢ્ઢા મંથરાની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં મેકર્સે બંને પાત્રોના પોસ્ટર્સ રિલીઝ કર્યા છે, જેનાથી ફેન્સની ઉત્સુકતામાં વધારો થયો છે.
Nancy ShuklaUpdated on: 10 Oct 2026 03:02 PM IST
Ramayana: કૈકેયી અને મંથરાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, શીબા ચઢ્ઢાના લુકે ફેન્સનું વધાર્યું એક્સાઈટમેન્ટRamayana: કૈકેયી અને મંથરાનો ફર્સ્ટ લુક આવ્યો સામે, શીબા ચઢ્ઢાના લુકે ફેન્સનું વધાર્યું એક્સાઈટમેન્ટ

Ramayana

Ramayana: રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ "રામાયણ" આ વર્ષની સૌથી ચર્ચિત અને રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. તાજેતરમાં મેકર્સે "રામાયણ" માં રાજા દશરથની ભૂમિકા ભજવતા અરુણ ગોવિલનું પોસ્ટર રિલીઝ કર્યું.

આ પોસ્ટરમાં તેઓ સિંહાસન પર બેઠેલા જોવા મળ્યા હતા, અને તેમના લુકને ફેન્સ તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. હવે મેકર્સે ફિલ્મના બે વધુ મહત્વપૂર્ણ પાત્રના લુક પોસ્ટર રિલીઝ કર્યા છે, જેણે ભગવાન રામનું ભાગ્ય કાયમ માટે બદલી નાખ્યું હતું. આ 2 પાત્રો કૈકેયી અને મંથરા છે, જે ફિલ્મમાં લારા દત્તા અને શીબા ચઢ્ઢા દ્વારા ભજવવામાં આવ્યા છે.

કૈકેયી તરીકે લારા દત્તા અને મંથરા તરીકે શીબા ચઢ્ઢા મળશે જોવા

મેકર્સ દ્વારા રજૂ કરાયેલા પોસ્ટર્સમાં બંને એક્ટ્રેસ ખૂબ જ પ્રભાવશાળી લાગી રહી છે. કૈકેયીના લુકમાં લારા દત્તા ખૂબ જ રોયલ લાગી રહી છે. તેણે ટ્રેડિશનલ આઉટફિટ અને ઘરેણાં પહેર્યા છે, અને તેના ચહેરા પર તીવ્ર ગુસ્સો દેખાય છે. લારા દત્તાનો આ લુક ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

શીબા ચઢ્ઢા વિશે વાત કરીએ તો તેને મંથરાના લુકમાં જોયા પછી, તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. મંથરાના લુકમાં તે ઉગ્ર અને ગંભીર લાગી રહી છે. તેના હાથમાં લાકડી છે અને તેની કમર વાંકી છે, જ્યારે તેના ચહેરા પર એક રહસ્યમય હાવભાવ પણ દેખાય છે.

View post on Instagram

ફેન્સે આપી પ્રતિક્રિયા

મેકર્સે કૈકેયી અને મંથરાના પોસ્ટર શેર કર્યા, જેમાં પાત્રોના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો. લારા દત્તાના પોસ્ટરમાં લખ્યું છે કે "એક રાણી, એક માતા અને બે ઈચ્છાઓ જે પિતાના પ્રેમને દગો આપશે અને રામના ભાગ્યને હંમેશા માટે બદલી નાખશે." મંથરાના પોસ્ટરમાં લખ્યું છે કે "એક ચાલાક મન જેની ધૂર્ત વાતો માતાના પ્રેમને રાજ્યના સૌથી અંધકારમય સમયમાં પરિવર્તિત કરશે." મેકર્સે બે પાત્રોનો પરિચય આપતા લખ્યું છે કે "કૈકેયી તરીકે લારા દત્તા અને શીબા ચઢ્ઢા મંથરા તરીકે." ફેન્સ પોસ્ટર્સ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમના મંતવ્યો શેર કરી રહ્યા છે. જ્યારે ઘણા લોકોએ કૈકેયી તરીકે લારા દત્તાના અભિવ્યક્તિઓની પ્રશંસા કરી છે, ત્યારે અન્ય લોકોએ કહ્યું કે મેકર્સ ભૂમિકા માટે યોગ્ય એક્ટ્રેસ પસંદ કરી છે.

આ ફિલ્મમાં જોવા મળશે રણબીર કપૂર

રામાયણની વાત કરીએ તો, નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી 'રામાયણ'માં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મમાં રણબીર કપૂર રામની ભૂમિકા ભજવી રહ્યા છે, તો સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં, યશ લંકાપતિ રાવણની ભૂમિકામાં, સની દેઓલ હનુમાનની ભૂમિકામાં, રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં, અરુણ ગોવિલ રાજા દશરથની ભૂમિકામાં, કાજલ અગ્રવાલ મંદોદરી તરીકે, મોહિત રૈના ભગવાન શિવની ભૂમિકામાં અને ઈન્દિરા કૃષ્ણન રાણી કૌશલ્યાની ભૂમિકામાં જોવા મળશે. બે ભાગમાં બનેલી આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો દિવાળી 2027 પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ પ્રાઈમ ફોકસ સ્ટુડિયો અને યશ મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ બેનર હેઠળ નમિત મલ્હોત્રા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Yami Gautamના આનંદ એલ રાયે કર્યા વખાણ, 'નયી નવેલી' ફિલ્મ વિશે શું કહ્યું? જાણો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.