Rakul Preet Singh: ‘રામાયણ’ની ‘શૂર્પણખા’ પતિ સાથે પહોંચી અયોધ્યા, રકુલ પ્રીત સિંહે કર્યા રામલલાના દર્શન, જુઓ તસવીરો

Rakul Preet Singh: ‘રામાયણ’ની એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પતિ જેકી ભગનાની સાથે અયોધ્યાના રામ મંદિરે પહોંચી હતી. જેકીએ મંદિર મુલાકાતની તસવીરો શેર કરી.
Nancy Shukal
Nancy Shukal
Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહે અયોધ્યામાં કર્યા રામલલાનાં દર્શનRakul Preet Singh: રકુલ પ્રીત સિંહે અયોધ્યામાં કર્યા રામલલાનાં દર્શન

Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહે અયોધ્યામાં કર્યા રામલલાનાં દર્શન

Rakul Preet Singh: નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી રહી છે. ફિલ્મે વિશ્વભરમાં 1800 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. આ સફળતા વચ્ચે ફિલ્મમાં શૂર્પણખાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાના પતિ જેકી ભગનાની સાથે અયોધ્યાના રામ મંદિરે પહોંચી હતી. બંનેએ રામલલાનાં દર્શન કર્યા હતા. જેકીએ આ અવસરને સૌભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

જેકી ભગનાનીએ શેર કરી તસવીર

જેકી ભગનાનીએ રામ મંદિરની મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક તસવીરમાં તેમની સાથે રકુલ પ્રીત સિંહ પણ જોવા મળે છે. બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તસવીરો સાથે જેકીએ લખ્યું હતું કે, રામ મંદિરમાં જવું તેમના માટે ખૂબ જ સુંદર અને આનંદદાયક અનુભવ રહ્યો.

મંદિરની ભવ્ય સ્થાપત્યકળા જોઈને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અહીં અનુભવેલી શાંતિ હંમેશાં તેમની સાથે રહેશે. અહીં આવીને દર્શન કરવાની તક મળવી તેમના માટે સૌભાગ્યની વાત છે. અંતમાં તેમણે ‘જય શ્રી રામ’ પણ લખ્યું હતું.

View post on Instagram

રાવણની બહેન શૂર્પણખાના પાત્રમાં જોવા મળી રકુલ પ્રીત સિંહ

ફિલ્મ ‘રામાયણ’માં રકુલ પ્રીત સિંહે રાવણની બહેન શૂર્પણખાનું મહત્ત્વનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં તેને રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સાથે સ્ક્રીન શેર કરી છે. આ સિવાય રવિ દુબે, વિવેક ઓબેરોય, અરુણ ગોવિલ, લારા દત્તા અને રાઘવ જુયાલ સહિત અનેક કલાકારો પણ ફિલ્મમાં જોવા મળ્યા છે.

ફિલ્મ 5 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી. રિલીઝના માત્ર 24 દિવસમાં ફિલ્મે વિશ્વભરમાં 1814 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાની ચર્ચા છે. આમિર ખાનની ‘દંગલ’ પછી ‘રામાયણ’ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં જોવા મળી રહી છે.

ક્યારે રિલીઝ થશે ‘રામાયણ’નો બીજો ભાગ?

‘રામાયણ’નો હાલમાં પ્રથમ ભાગ જ રિલીઝ થયો છે. ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2028માં સિનેમાઘરોમાં આવશે. અગાઉ ‘રામાયણ 2’ને દિવાળી 2027માં રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ નિર્માતા નમિત મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બીજા ભાગને વધુ સારી રીતે તૈયાર કરવા માટે થોડો વધારાનો સમય જરૂરી છે. આ કારણોસર ફિલ્મની રિલીઝ એક વર્ષ પાછળ ઠેલવામાં આવી છે.

આ પણ વાંચો: Salman Khan: બિગ બોસના સ્ટેજ પર સલમાન ખાને પહેરી સાડી, ચિત્રાંગદા સિંહની પૂરી કરી ઈચ્છા, જુઓ VIDEO