Get News Alerts

Never miss breaking news updates.

Mumbai Film City: 'પતિ પત્ની ઔર પંગા 2'ના સેટ પર લાગી ભીષણ આગ, વાયરલ થયા VIDEO

Mumbai Film City: રિયાલિટી શો "પતિ પત્ની ઔર પંગા 2" ટૂંક સમયમાં પ્રીમિયર થવાનો હતો, પરંતુ પ્રીમિયર પહેલા સેટ પર એક મોટી દુર્ઘટના બની.
Nancy ShuklaUpdated on: 05 Oct 2026 06:45 PM IST
Mumbai Film City: 'પતિ પત્ની ઔર પંગા 2'ના સેટ પર લાગી ભીષણ આગ, વાયરલ થયા VIDEOMumbai Film City: 'પતિ પત્ની ઔર પંગા 2'ના સેટ પર લાગી ભીષણ આગ, વાયરલ થયા VIDEO

Mumbai Film City

Mumbai Film City: પોપ્યુલર ટેલિવિઝન રિયાલિટી શો "પતિ પત્ની ઔર પંગા 2" ની બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ શોમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા ફેમસ કપલ તેમની કેમિસ્ટ્રેનું પરીક્ષણ કરતા જોવા મળશે. શોને લગતા ઘણા પ્રોમો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

હાલમાં આ શો વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. "પતિ પત્ની ઔર પંગા" ના સેટ પર ભીષણ આગ લાગી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

'પતિ પત્ની ઔર પંગા 2'ના સેટ પર લાગી આગ

રિયાલિટી શો "પતિ પત્ની ઔર પંગા 2" ટૂંક સમયમાં પ્રીમિયર થવાનો હતો. પરંતુ પ્રીમિયર પહેલા સેટ પર એક મોટી દુર્ઘટના બની. મુંબઈના ગોરેગાંવમાં પ્રાઈમ ફોકસ સ્ટુડિયોમાં "પતિ પત્ની ઔર પંગા 2" ના સેટ પર ભીષણ આગ લાગી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે તેણે બીજા રિયાલિટી શો "હસ્ટલ 5" ના સેટને પણ લપેટમાં લઈ લીધો. આ ઘટનાને લગતા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

View post on Instagram

આગ કાબુમાં આવી ગઈ

મીડિયા રિપોર્ટ મુજબ "પતિ પત્ની ઔર પંગા 2" ના સેટ પર લાગેલી આગ બાદશાહના પોપ્યુલર શો "હસલ 5" ના સેટને પણ પોતાની ઝપેટમાં લઈ ગઈ હતી. પરંતુ આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. વધુમાં કોઈને નુકસાન થયું નથી અને બધા સુરક્ષિત છે. હાલમાં, આગ લાગવાનું કારણ અને તેનાથી થયેલા નુકસાનની હદ અંગે માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ "પતિ પત્ની ઔર પંગા 2" ના મેકર્સ દ્વારા સેટ પર થયેલા અકસ્માત અંગે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આ સ્ટાર્સ "પતિ પત્ની ઔર પંગા 2" માં મળશે જોવા

"પતિ પત્ની ઔર પંગા 2" ની વાત કરીએ તો, આ શોમાં અર્ચના પુરણ સિંહ અને પરમીત સેઠી, દીપિકા સિંહ અને રોહિત રાજ ગોયલ, દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા, અર્જુન બિજલાની અને નેહા સ્વામી, દિશા પરમાર અને રાહુલ વૈદ્ય, અને શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ છે. આ શોનું પ્રીમિયર 10મી ઓક્ટોબરે થશે અને દર્શકો તેને કલર્સ ટીવી તેમજ જિયો હોટસ્ટાર પર જોઈ શકશે.

આ પણ વાંચો: Shreyaa Chaudhry 'મુપાપા'માં આયુષ્માન ખુરાના સાથે મળશે જોવા, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.