Hanuman Ansh:'હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 300 કરોડની કમાણી કરનાર ભારતના પ્રથમ ડેબ્યૂ ડાયરેક્ટર બન્યા વિશાલ ચતુર્વેદી


Hanuman Ansh
Hanuman Ansh:'હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 300 કરોડની કમાણી કરનાર ભારતના પ્રથમ ડેબ્યૂ ડાયરેક્ટર બન્યા વિશાલ ચતુર્વેદી


Hanuman Ansh
Hanuman Ansh: ભારતીય સિનેમામાં દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ પોતાની પ્રથમ જ ફિલ્મ 'હનુમાન અંશ' દ્વારા ઈતિહાસ રચ્યો છે. તેમની આ ભક્તિ આધારિત ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ સાથે વિશાલ ચતુર્વેદી ભારતના પ્રથમ એવા ડેબ્યૂ ડાયરેક્ટર બન્યા છે, જેમની પ્રથમ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
22 ઓક્ટોબર 2026 સુધીના આંકડા અનુસાર 'હનુમાન અંશ'એ ભારતમાં 341 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. કોઈ નવા દિગ્દર્શકની પ્રથમ ફિલ્મ માટે આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
ધીમી શરૂઆત બાદ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
'હનુમાન અંશ'ની શરૂઆત બોક્સ ઓફિસ પર ધીમી રહી હતી, પરંતુ સમય જતાં ફિલ્મે જોરદાર વેગ પકડ્યો હતો. દર્શકોને ફિલ્મની વાર્તા અને રજૂઆત પસંદ આવી હતી. વિશાલ ચતુર્વેદીના દિગ્દર્શન અને વાર્તા કહેવાની સ્ટાઈલે ફિલ્મની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મે અગાઉ સફળતા મેળવનારા અનેક દિગ્દર્શકોની પ્રથમ ફિલ્મના રેકોર્ડ પણ પાછળ છોડી દીધા છે. આદિત્ય ધરની 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'એ ભારતમાં અંદાજે 245 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે અમર કૌશિકની 'સ્ત્રી'એ આશરે 130 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બંને ફિલ્મોની સરખામણીએ 'હનુમાન અંશ'નું કલેક્શન ઘણું વધારે છે.
86 દિવસ બાદ પણ સિનેમાઘરોમાં સફળ પ્રદર્શન
બાબા નીમ કરોલીના જીવનથી પ્રેરિત આ આધ્યાત્મિક ડ્રામા ફિલ્મે થિયેટરમાં 86 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મમાં નીમ કરોલી બાબાની મુખ્ય ભૂમિકા એક્ટર શોભિનવ સત્યએ ભજવી છે. તેની એક્ટિંગની દર્શકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. 341 કરોડના નેટ કલેક્શન સાથે વિશાલ ચતુર્વેદીએ પોતાની પ્રથમ જ ફિલ્મથી ભારતીય સિનેમામાં ખાસ ઓળખ બનાવી છે. 'હનુમાન અંશ'ની સફળતાએ તેમને ડેબ્યૂ ડાયરેક્ટર તરીકે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ પણ વાંચો: Honey Singh: હની સિંહના પરિવાર પર તૂટ્યો દુ:ખનો પહાડ, ભત્રીજાનું રોડ એક્સિડેન્ટમાં મોત





