Koffee With Karan 9: કિયારા અડવાણીએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, સિદ્ધાર્થે જાહેર કર્યો બેડરૂમ રૂલ

Koffee With Karan 9: ‘કોફી વિથ કરણ 9’ના પ્રોમોમાં કિયારા અડવાણીએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના બેડરૂમ રુલ વિશે ફની ખુલાસો કર્યો.
Nancy Shukal
Nancy Shukal
Koffee With Karan 9: કિયારા અને સિદ્ધાર્થ એકસાથે મળશે જોવાKoffee With Karan 9: કિયારા અને સિદ્ધાર્થ એકસાથે મળશે જોવા

Koffee With Karan 9: કિયારા અને સિદ્ધાર્થ એકસાથે મળશે જોવા

Koffee With Karan 9: બોલીવુડના પોપ્યુલર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 9’માં સાથે જોવા મળશે. આ શોમાં બંને પહેલીવાર સાથે હાજરી આપશે અને પોતાની પ્રેમકહાની, લગ્નજીવન તથા અંગત જીવન સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ શેર કરશે. શોના નવા પ્રોમોમાં કિયારાનો પ્રેગ્નન્સી ગ્લો અને સિદ્ધાર્થનો એક મજેદાર ખુલાસો ચર્ચામાં છે.

‘કોફી વિથ કરણ’માં જોવા મળશે સિદ્ધાર્થ-કિયારાની જોડી

મંગળવારે મેકર્સે શોના નવા એપિસોડનો પ્રોમો જાહેર કર્યો હતો. તેમાં કરણ જોહર સિદ્ધાર્થ અને કિયારાનું સ્વાગત કરતાં તેમની સુંદર જોડીના વખાણ કરે છે. ત્યારબાદ ત્રણેય વચ્ચે લગ્નજીવન અને સંબંધોને લઈને મજેદાર વાતચીત થાય છે. જિયો હોટસ્ટારે પણ પ્રોમો શેર કરતાં જણાવ્યું છે કે શોની નવમી સિઝનનો પાંચમો એપિસોડ બુધવારે સાંજે 7 વાગ્યે સ્ટ્રીમ થશે.

સિદ્ધાર્થે જણાવ્યું પોતાનું બેડરૂમ રુલ

પ્રોમોમાં કરણ જોહર સિદ્ધાર્થને પૂછે છે કે શું તેમણે ક્યારેય કેમેરાની પાછળ કોઈ ખાસ ‘રોલ પ્લે’ કર્યું છે? આ સવાલના જવાબમાં સિદ્ધાર્થે મજાકિયા અંદાજમાં કહ્યું કે, તેઓ કામને ઘરે લાવવા માગતા નથી અને બેડરૂમમાં તો બિલકુલ નહીં. સિદ્ધાર્થનો આ જવાબ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

View post on Instagram

કિયારાએ બેબી બમ્પ તરફ ઈશારો કરીને આપ્યો જવાબ

શો દરમિયાન કરણ જોહર સિદ્ધાર્થ અને કિયારાને તેમની ડેટ નાઈટને માત્ર ડિનર પૂરતી સીમિત ન રાખવા અંગે સવાલ કરે છે. તેના જવાબમાં કિયારા પોતાના બેબી બમ્પ તરફ ઈશારો કરીને મજાકમાં કહે છે, ‘બસ, હવે થઈ ગયું.’

બીજા બાળકનું સ્વાગત કરવાની તૈયારીમાં કપલ

સિદ્ધાર્થ અને કિયારા બીજીવાર માતા-પિતા બનવા જઈ રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ કપલે 7 ઓક્ટોબરે આ ખુશખબર શેર કરી હતી. વર્ષ 2025માં બંનેએ દીકરી સરાયનું સ્વાગત કર્યું હતું. હવે તેમના પરિવારમાં નવા સભ્યના આગમનની ખુશી છે. ‘કોફી વિથ કરણ 9’નો આ એપિસોડ કપલના ફેન્સ માટે ખાસ બની રહેશે.

આ પણ વાંચો: Ramayana: 4 દિવસમાં 500 કરોડની કમાણી, રણબીર કપૂરના કરિયરની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની