IIFA Awards: રણવીર સિંહ અને અનીત પડ્ડાએ બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો જીત્યો એવોર્ડ, જુઓ વિનર્સનું લિસ્ટ

IIFA Awards 2026 નું વિનર્સનું લિસ્ટ આવી ગયું છે. ધુરંધરે એક્ટર રણવીર બેસ્ટ એક્ટર બન્યો, જ્યારે 'સૈયારા' એક્ટ્રેસ અનીત પડ્ડાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.
Nancy ShuklaUpdated on: 31 Oct 2026 03:08 PM IST
IIFA Awards: રણવીર સિંહ અને અનીત પડ્ડાએ બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો જીત્યો એવોર્ડ, જુઓ વિનર્સનું લિસ્ટIIFA Awards: રણવીર સિંહ અને અનીત પડ્ડાએ બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો જીત્યો એવોર્ડ, જુઓ વિનર્સનું લિસ્ટ

IIFA Awards 2026

IIFA Awards 2026ના વિનર્સની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને ફિલ્મ 'સૈયારા'થી પોપ્યુલર બનેલી એક્ટ્રેસ અનીત પડ્ડાએ એવોર્ડ પોતાના નામે કર્યા છે. રણવીર સિંહને ફિલ્મ 'ધુરંધર' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, જ્યારે અનીત પડ્ડાને 'સૈયારા' માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી છે. આ સિવાય ફિલ્મ 'ધુરંધર'એ અનેક કેટેગરીમાં એવોર્ડ જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

'ધુરંધર'એ જીત્યા સૌથી વધુ 12 એવોર્ડ

IIFA Awards 2026માં રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'એ ધૂમ મચાવી છે. ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત આદિત્ય ધરને બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી, બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડાયલોગ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર સંજય દત્તને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને અક્ષય ખન્નાને બેસ્ટ વિલનનો એવોર્ડ મળ્યો હતો. બીજી તરફ, 'જોલી એલએલબી 3' માટે હુમા કુરેશીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

IIFA Awards 2026નું વિનર્સનું લિસ્ટ

  • બેસ્ટ ફિલ્મ: ધુરંધર

  • બેસ્ટ એક્ટર: રણવીર સિંહ – ધુરંધર

  • બેસ્ટ એક્ટ્રેસ: અનીત પડ્ડા – સૈયારા

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સંજય દત્ત – ધુરંધર

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: હુમા કુરેશી – જોલી એલએલબી 3

  • બેસ્ટ વિલન: અક્ષય ખન્ના – ધુરંધર

  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: ફહીમ અબ્દુલ્લા – સૈયારા

  • બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર: શાશ્વત સચદેવ – ધુરંધર

  • બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી: આદિત્ય ધર – ધુરંધર

  • બેસ્ટ લિરિક્સ: ઈર્શાદ કામિલ – સૈયારા

  • બેસ્ટ એડોપ્ટેડ સ્ટોરી: બશારત પીર, સુમિત રોય અને નીરજ ઘાયવાન – હોમબાઉન્ડ

  • બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ: અવતાર: ફાયર એન્ડ એશ

  • બેસ્ટ ફીમેલ ડેબ્યૂ: રાશા થડાની – આઝાદ

  • બેસ્ટ મેલ ડેબ્યૂ: અહાન પાંડે – સૈયારા

  • બેસ્ટ સ્ક્રીનપ્લે: આદિત્ય ધર – ધુરંધર

  • બેસ્ટ ડાયલોગ: આદિત્ય ધર – ધુરંધર

  • બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: એ.આર. રહેમાન – છાવા

  • બેસ્ટ VFX: અસેમ્બલેજ એન્ટરટેઈનમેન્ટ અને રિડિફાઈન – છાવા

  • બેસ્ટ કોરિયોગ્રાફી: બોસ્કો લેસ્લી માર્ટિસ – આવન જાવન (વોર 2)

  • બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ: આલોક ડે – છાવા

IIFA Digital Awards 2026ના વિનર્સ

ડિજિટલ કેટેગરીમાં પણ અનેક સ્ટાર્સ અને ફિલ્મને સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • બેસ્ટ પિક્ચર: બારામૂલા

  • બેસ્ટ ડાયરેક્શન: કરણ તેજપાલ – સ્ટોલન

  • બેસ્ટ લીડ એક્ટ્રેસ: સાન્યા મલ્હોત્રા – મિસિસ

  • બેસ્ટ લીડ એક્ટર: અભિષેક બેનર્જી – સ્ટોલન

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: રાઘવ જુયાલ – ધ બેડ્સ ઓફ બોલીવુડ

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: અન્યા સિંહ – ધ બેડ્સ ઓફ બોલીવુડ

  • સપોર્ટિંગ રોલ (ફીમેલ): મોનિકા પંવાર – નિશાંચી 2

  • સપોર્ટિંગ રોલ (મેલ): અવિનાશ તિવારી – ધ મહેતા બોયઝ

  • બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી: આદિત્ય ધર, મોનલ ઠક્કર અને આદિત્ય સુહાસ જાંભલે – બારામૂલા

આ વખતે IIFA Awards 2026માં બોલીવુડના દિગ્ગજ કલાકારોથી લઈને નવા કલાકારો સુધી અનેક પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને 'ધુરંધર'ની સફળતા અને અનીત પડ્ડાની જીતે એવોર્ડ સેરેમનીને ચર્ચામાં રાખ્યો છે.

આ પણ વાંચો: Palak Tiwari: 3 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનું થયું બ્રેકઅપ! જાણો શું છે સમગ્ર મામલો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.