Diljit Dosanjh: દિલજીત દોસાંઝે અમદાવાદના કોન્સર્ટમાં ઉઠાવ્યો 'ડબલ સ્ટાન્ડર્ડ'નો મુદ્દો, કોલ્ડપ્લેનું ઉદાહરણ આપી પૂછ્યો સવાલ


Diljit Dosanjh: દિલજીતે અમદાવાદમાં ઉઠાવ્યો ડબલ સ્ટાન્ડર્ડનો મુદ્દો
Diljit Dosanjh: દિલજીત દોસાંઝે અમદાવાદના કોન્સર્ટમાં ઉઠાવ્યો 'ડબલ સ્ટાન્ડર્ડ'નો મુદ્દો, કોલ્ડપ્લેનું ઉદાહરણ આપી પૂછ્યો સવાલ


Diljit Dosanjh: દિલજીતે અમદાવાદમાં ઉઠાવ્યો ડબલ સ્ટાન્ડર્ડનો મુદ્દો
Diljit Dosanjh: પ્રખ્યાત પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝનો કોન્સર્ટ હોય અને ફેન્સમાં ઉત્સાહ ન જોવા મળે એવું ભાગ્યે જ બને. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા તેના લાઈવ કોન્સર્ટે પણ સંગીતપ્રેમીઓને ઝૂમવા મજબૂર કર્યા હતા. સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો ફેન્સની સામે દિલજીતે પોતાના કોન્સર્ટ અને ગીતો સામે વાંધો ઉઠાવનારા લોકો પર નિશાન સાધ્યું હતું. તેને ઈન્ટરનેશનલ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેનું ઉદાહરણ આપીને દેશમાં જોવા મળતા કથિત 'ડબલ સ્ટાન્ડર્ડ' અંગે સવાલ ઉઠાવ્યો હતો.
કોલ્ડપ્લેનું ઉદાહરણ આપી વિરોધીઓને આપ્યો જવાબ
અમદાવાદના મંચ પરથી દિલજીતે પોતાના શો સામે થઈ રહેલી ફરિયાદો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. તેને ગયા વર્ષે આ જ સ્ટેડિયમમાં યોજાયેલા બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટનો ઉલ્લેખ કર્યો હતો. દિલજીતે કહ્યું કે જ્યારે કોલ્ડપ્લે અહીં આવીને 'I'm feeling drunk and high' ગાય છે ત્યારે કોઈને વાંધો નથી થતો. તેને પોતાને પણ કોલ્ડપ્લેનું આ ગીત પસંદ છે, પરંતુ સવાલ એ છે કે વિદેશી કલાકારો આવું ગાય ત્યારે કોઈ સમસ્યા નથી થતી અને દિલજીત ગાય ત્યારે વાંધો કેમ ઉઠાવવામાં આવે છે?
તેને આને ડબલ સ્ટાન્ડર્ડ ગણાવી સવાલ કર્યો હતો કે આખરે આવું શા માટે? આ સાથે દિલજીતે પોતાની ભારતીય ઓળખ અંગે પણ સ્પષ્ટ વાત કરી હતી. તેણે કહ્યું કે કેટલાક લોકો તેને એવી રીતે જુએ છે જાણે તે બહારથી આવ્યો હોય, જ્યારે તેનો જન્મ ભારતમાં જ થયો છે. તે કોઈ હોનોલુલુમાં જન્મ્યો નથી. મંચ પર તેની સાથે હાજર તમામ સિંગર્સ પણ ભારતીય છે અને તેની સાથે મળીને તે દુનિયાભરમાં ભારતીય તથા પંજાબી સંગીતનો પ્રચાર કરે છે.
View post on Instagram
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરવાનું સપનું થયું પૂરું
દિલજીત માટે અમદાવાદનો આ કોન્સર્ટ ખાસ અને ભાવુક ક્ષણ પણ બની રહ્યો હતો. તેણે કહ્યું કે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં પરફોર્મ કર્યા બાદ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં શો કરવાની તેની ઈચ્છા હતી. ગયા વર્ષે જ્યારે તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેને પરફોર્મ કરતા જોયા હતા, ત્યારે જ નક્કી કર્યું હતું કે એક દિવસ તે પણ આ મેદાન પર પોતાનો કોન્સર્ટ કરશે. અમદાવાદમાં ફેન્સના પ્રેમ સાથે તેનું આ સપનું પૂરું થયું હતું.
પાબંદીઓ લગાવનારાઓને પણ કહ્યું 'આઈ લવ યુ'
દિલજીતે પોતાના કાર્યક્રમ સામે વાંધો ઉઠાવનારા લોકો પર ગુસ્સો કરવાને બદલે ફની અંદાજમાં જવાબ આપ્યો હતો. તેને કહ્યું કે તેને પાબંદીઓ લગાવનારાઓ સામે કોઈ ફરિયાદ નથી અને તેમની તરફથી પણ બધાને 'આઈ લવ યુ' છે.
આ દરમિયાન તેને પંજાબીમાં એક શેર પણ સંભળાવ્યો અને મજાકમાં કહ્યું કે કદાચ આ શેર પર પણ પાબંદી લાગી શકે છે. તેણે સ્પષ્ટ કર્યું કે તેને કોઈ છંછેડશે તો તે જવાબ જરૂર આપશે. તે પોતાનો કાર્યક્રમ કરશે, ટેક્સ ભરશે અને આગળ વધશે. અંતમાં તેને પોતાની પરિસ્થિતિ અને મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતો વધુ એક શેર સંભળાવ્યો હતો.




