Bigg Boss 20: પિતા સલીમ ખાનની ફિલ્મનું ગીત સાંભળીને ભાવુક થયા સલમાન ખાન

Bigg Boss 20: રિયાલિટી શો 'બિગ બોસ 20'માં દિવાળીના ખાસ અવસર પર એક ભાવુક ક્ષણ જોવા મળવાની છે.
Nisha Parmar
Nisha Parmar
Salman Khan emotional on Bigg Boss 20 set સલમાન ખાનSalman Khan emotional on Bigg Boss 20 set સલમાન ખાન

Salman Khan emotional on Bigg Boss 20 set સલમાન ખાન

Bigg Boss 20: રિયાલિટી શો 'બિગ બોસ 20'માં દિવાળીના ખાસ અવસર પર એક ભાવુક ક્ષણ જોવા મળવાની છે. શોના હોસ્ટ સલમાન ખાન જાણીતા ગાયક મોહિત ચૌહાણનું ગીત સાંભળીને ભાવુક થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે મોહિતે સલમાન ખાનના પિતા સલીમ ખાનની ફિલ્મનું ગીત ગાયું હતું. ગીતની પંક્તિઓ સાંભળતા જ સલમાનની આંખો ભરાઈ આવી હતી. શોના મેકર્સે આ ખાસ ક્ષણનો પ્રોમો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સલમાન અને મોહિત સાથે જોવા મળી રહ્યા છે.

સલમાન ખાને મોહિત ચૌહાણના અવાજનાં કર્યા વખાણ

8 નવેમ્બરના 'વીકેન્ડ કા વાર' એપિસોડમાં મોહિત ચૌહાણ સલમાન ખાન સાથે મંચ પર જોવા મળશે. દિવાળીના તહેવારને સ્પર્ધકો માટે યાદગાર બનાવવા મોહિત પોતાના સંગીતથી માહોલને ખાસ બનાવશે. પ્રોમોમાં મોહિતનું ગીત સાંભળ્યા બાદ સલમાન તેમની પ્રશંસા કરતા કહે છે કે તેમના ગીતો હૃદયને શાંતિ આપે છે. ત્યારબાદ મોહિત સલમાનને એક ખાસ વિનંતી કરે છે અને જણાવે છે કે તેઓ તેમના પિતા સલીમ ખાનની એક ફિલ્મનું ગીત ગાવા માગે છે.

'મને તારા સાથે પ્રેમ છે, પણ કહી શકતો નથી…' સાંભળીને ભરાઈ આવી આંખો

મોહિત ચૌહાણ સલીમ ખાનની ફિલ્મનું ગીત ગાતાં કહે છે, “મુઝે તુમસે મોહબ્બત હૈ, મગર મૈં કહ નહીં સકતા.” ગીતની આ પંક્તિઓ સાંભળીને સલમાન ખાન ભાવુક થઈ જાય છે અને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. 7 નવેમ્બરના એપિસોડમાં પણ આ પ્રોમો બતાવવામાં આવ્યો હતો. જોકે, પિતાની ફિલ્મનું ગીત સાંભળીને સલમાન અચાનક કેમ ભાવુક થયા, તેની પાછળનું કારણ સંપૂર્ણ એપિસોડ પ્રસારિત થયા બાદ જ જાણવા મળશે.

આ પણ વાંચો : Indore News: દિલજીત દોસાંઝના ઇન્દોર કોન્સર્ટમાં 4 ગીતો પર પ્રતિબંધ, જાણો વિગત