Avinash Mishra બન્યો 'ખતરોં કે ખિલાડી 15'નો વિનર, જાણો કોણ છે આ એક્ટર?


Avinash Mishra
Avinash Mishra બન્યો 'ખતરોં કે ખિલાડી 15'નો વિનર, જાણો કોણ છે આ એક્ટર?


Avinash Mishra
Avinash Mishra: ટીવી એક્ટર અવિનાશ મિશ્રાએ કલર્સ રિયાલિટી શો "ખતરોં કે ખિલાડી 15" જીત્યો છે. શોના હોસ્ટ રોહિત શેટ્ટીએ અવિનાશ મિશ્રાને વિનર જાહેર કર્યો. ઓરી અને ઋત્વિક ધનજાનીને હરાવીને અવિનાશ મિશ્રાએ અંતિમ સ્ટંટ જીત્યો અને વિજેતાની ટ્રોફી ઘરે લઈ ગયો.
આ દરમિયાન અવિનાશ મિશ્રાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે, ફેન્સ અને નજીકના મિત્રો તેમના પર અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે. શરૂઆતથી જ અવિનાશ મિશ્રાએ "ખતરોં કે ખિલાડી 15" પર દરેક સ્ટંટ ખૂબ જ જોરદાર મહેનત કરી. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ તેની જીતથી ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે અવિનાશ મિશ્રા કોણ છે.
અવિનાશ મિશ્રાને ટ્રોફી સાથે મળી આ ગિફ્ટ
અવિનાશ મિશ્રાએ "ખતરોં કે ખિલાડી 15" ટ્રોફી જીતી, આ સાથે 20 લાખ રોકડા, યુરોપની ટ્રિપ અને એક કાર પણ જીતી. અન્ય 2 ફાઈનલિસ્ટ, ઓરી અને ઋત્વિક ધનજાનીને બાઈક ગિફ્ટમાં આપવામાં આવી. અવિનાશ મિશ્રાી, ઓરી અને ઋત્વિક ધનજાનીએ શોનો અંતિમ સ્ટંટ કર્યો અને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. ત્રણેય સ્પર્ધકોએ અંતિમ સ્ટંટ ખૂબ જ સારી રીતે કર્યો, પરંતુ અવિનાશ મિશ્રાએ સૌથી ઓછા સમયમાં સ્ટંટ પૂર્ણ કરીને ટ્રોફી જીતી.
View post on Instagram
અવિનાશ મિશ્રા કોણ છે?
2016 થી અવિનાશ મિશ્રા ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી રહ્યો છે. લગભગ એક દાયકા પછી તેને તે ઓળખ મેળવી છે જેનું તેઓ હંમેશા સ્વપ્ન જોતા હતા. અવિનાશ મિશ્રાએ 2016માં "શેઠજી" સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શોમાં તેમના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. 2017 માં, અવિનાશ "ઈશ્કબાઝ" માં પણ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને "મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ" અને "નથ" સીરિયલોમાં કામ કર્યું.
સલમાન ખાનના શોથી એક અલગ ઓળખ મળી
2024 માં અવિનાશ સલમાન ખાનના રિયાલિટી શો "બિગ બોસ 18" માં જોવા મળ્યો હતો. તેને પોતાની રમતથી ફેન્સના દિલ જીતી લીધા. આ શોએ અવિનાશ મિશ્રાને એક અલગ ઓળખ આપી. તેમાં અવિનાશ મિશ્રાની ઈશા સિંહ સાથેની મિત્રતા પણ જોવા મળી. દર્શકોને ઈશા સિંહ અને અવિનાશ મિશ્રાની જોડી ખૂબ ગમતી હતી, અને શોના અંત પછી પણ આ જોડી દિલ જીતી રહી છે. તાજેતરમાં, ઈશા સિંહે અવિનાશ મિશ્રાને સપોર્ટ કરવા માટે "ખતરોં કે ખિલાડી 15" ના ગ્રાન્ડ ફિનાલેમાં પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો: Rashmika Mandanna અને વિજય દેવરકોંડાનો આ વાત પર થાય છે ઝઘડો, કહ્યું- 'ના સાંભળે તો...'




