Get News Alerts

Never miss breaking news updates.

KBC 18ના સેટ પર અમિતાભ બચ્ચન લપસી ગયા, ઘૂંટણમાં થઈ ઈજા, બિગ બીએ આપ્યું હેલ્થ અપડેટ

KBC 18: અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે "KBC 18" ના તાજેતરના એપિસોડમાં તેમના ઘૂંટણમાં ઈજા થઈ છે. એક્ટરે જણાવ્યું કે શોનું શૂટિંગ કરતી વખતે તેઓ સેટ પર લપસી ગયા હતા,
Nancy ShuklaUpdated on: 01 Oct 2026 03:19 PM IST
KBC 18ના સેટ પર અમિતાભ બચ્ચન લપસી ગયા, ઘૂંટણમાં થઈ ઈજા, બિગ બીએ આપ્યું હેલ્થ અપડેટKBC 18ના સેટ પર અમિતાભ બચ્ચન લપસી ગયા, ઘૂંટણમાં થઈ ઈજા, બિગ બીએ આપ્યું હેલ્થ અપડેટ

Amitabh Bachchan

KBC 18: અમિતાભ બચ્ચને તેમના રિયાલિટી શો "કૌન બનેગા કરોડપતિ 18" ના તાજેતરના એપિસોડમાં તેમના ઘૂંટણની ઈજા વિશે ખુલાસો કર્યો. તેને ખુલાસો કર્યો કે "KBC 18" ના શૂટિંગ દરમિયાન લપસી ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. આનાથી એક્ટરના ચાહકો ચિંતિત થયા છે. તાજેતરના એપિસોડમાં આ ઘટનાની ચર્ચા કરતી વખતે, બિગ બીએ હેલ્થ અપડેટ પણ શેર કર્યું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેઓ હવે સ્વસ્થ છે, પરંતુ આ પછી પણ એક્ટરના ફેન્સ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

બિગ બીને કેવી રીતે ઈજા થઈ?

"કૌન બનેગા કરોડપતિ 18" માં અમિતાભ બચ્ચન ઘણીવાર સ્ટેજની મિડલમાં ઉભા રહીને પોતાનો મોનોલોગ રજૂ કરે છે, પરંતુ તાજેતરના એપિસોડમાં, એક્ટરે બેસીને શો શરૂ કર્યો. બિગ બીએ પોતે પોતાની ઈજાનો ખુલાસો કર્યો. એક્ટરે કહ્યું કે "હું સામાન્ય રીતે સ્ટેજની મધ્યમાં ઉભા રહીને મારો મોનોલોગ રજૂ કરું છું, પરંતુ આજે મારા ઘૂંટણમાં ઈજા થઈ છે. ગઈકાલે, એક શૂટિંગ દરમિયાન, હું લપસી પડ્યો અને પડી ગયો, જેના પરિણામે ઘૂંટણમાં ઈજા થઈ."

બિગ બીએ આપ્યું હેલ્થ અપડેટ

એક્ટરે પોતાના ફેન્સ સાથે હેલ્થ અપડેટ પણ શેર કર્યું. તેમને કહ્યું કે "ચિંતા કરવાની કોઈ વાત નથી, કંઈ ગંભીર નથી. હું ઉભા રહીને મોનોલોગ આપી શક્યો હોત, પરંતુ મને ઉભા રહેવામાં થોડી તકલીફ પડી રહી હતી." એક્ટરે ખુરશી પર બેસીને શો શરૂ કર્યો. આ સમાચારથી તેમના ફેન્સ પણ ચિંતિત હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફેન્સ "કૌન બનેગા કરોડપતિ" ની 18મી સીઝનને ખૂબ પસંદ કરી રહ્યા છે. શોની ક્લિપ્સ જેમાં અમિતાભ બચ્ચન સ્પર્ધકો સાથે મજાક કરતા જોવા મળે છે, તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બિગ બી આ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે

અમિતાભ બચ્ચન હાલમાં "કૌન બનેગા કરોડપતિ 18" ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. એક્ટર "કલ્કી 2898 એડી: ભાગ 2" માં અશ્વત્થામાની ભૂમિકા ફરીથી ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ 2026માં શરૂ થવાનું છે. અમિતાભ બચ્ચને પહેલા ભાગમાં પોતાના પાત્રથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેઓ દીપિકા પાદુકોણ સાથે "ધ ઈન્ટર્ન" ના હિન્દી વર્ઝનમાં પણ જોવા મળી શકે છે. આ ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Aishwarya Raiએ એરપોર્ટ પર ફેન્સને આપ્યા ઓટોગ્રાફ, ફેન્સ સાથે ક્લિક કરી સેલ્ફી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.