Aaradhya Bachchan: આરાધ્યા બચ્ચન 15 વર્ષની થઈ, દાદા અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વરસાવ્યો પ્રેમ

Aaradhya Bachchan: આરાધ્યા બચ્ચનના 15મા જન્મદિવસે દાદા અમિતાભ બચ્ચને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને પૌત્રીના સુખી જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરી.
Nancy Shukal
Nancy Shukal
Aaradhya Bachchan: આરાધ્યા પર અમિતાભ બચ્ચને વરસાવ્યો પ્રેમAaradhya Bachchan: આરાધ્યા પર અમિતાભ બચ્ચને વરસાવ્યો પ્રેમ

Aaradhya Bachchan: આરાધ્યા પર અમિતાભ બચ્ચને વરસાવ્યો પ્રેમ

Aaradhya Bachchan: બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચન પોતાની પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે ખાસ લગાવ છે. 16 નવેમ્બરના રોજ આરાધ્યાએ પોતાનો 15મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે દાદા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર ઈમોશનલ મેસેજ શેર કરીને પૌત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેને આરાધ્યાના સુખી અને સમૃદ્ધ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરી હતી.

અમિતાભ બચ્ચને પૌત્રી માટે કરી ખાસ પ્રાર્થના

આરાધ્યાના જન્મદિવસ નિમિત્તે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એક સુંદર મેસેજ શેર કર્યો હતો. તેને લખ્યું હતું કે, 'ઘરની પૌત્રીનો જન્મદિવસ, સુવર્ણ અને ભાગ્યશાળી રહે, ઈશ્વરને બસ આ જ પ્રાર્થના... અને રવિવારથી જે પ્રેમ મળ્યો તે અવિસ્મરણીય રહ્યો. આપ સૌની પ્રાર્થનાઓનું અભિવાદન.'

અમિતાભના આ મેસેજમાં પૌત્રી પ્રત્યેનો તેમનો પ્રેમ સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ સાથે તેમને આરાધ્યાને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપનારા તમામ લોકોનો આભાર પણ માન્યો હતો. પરંતુ હજુ સુધી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તરફથી જન્મદિવસની ઉજવણીની તસવીરો સામે આવી નથી.

જયા બચ્ચનના ફોન વોલપેપરે ખેંચ્યું ધ્યાન

બીજી તરફ, આરાધ્યાના જન્મદિવસ વચ્ચે જયા બચ્ચનનો એક વીડિયો પણ ચર્ચામાં આવ્યો હતો. એક કાર્યક્રમમાં પહોંચતી વખતે જયા રસ્તા પર પડેલી પ્લાસ્ટિકની બોટલ ઉઠાવતાં જોવા મળ્યાં હતાં. તેમના આ કામની લોકોએ પ્રશંસા કરી હતી. પરંતુ આ દરમિયાન તેમના મોબાઈલના વોલપેપર પર પણ લોકોનું ધ્યાન ગયું હતું.

Aaradhya Bachchan - Amitabh Bachchan.webp

જયા બચ્ચનના ફોનના વોલપેપરમાં નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદાની તસવીર જોવા મળી હતી. આ તસવીરમાં આરાધ્યા ન હોવાથી સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.

ઐશ્વર્યા અને બચ્ચન પરિવારના સંબંધોની ચર્ચા

જયા બચ્ચનના વોલપેપર બાદ ફરી એકવાર ઐશ્વર્યા અને બચ્ચન પરિવારના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. અગાઉ પણ ઐશ્વર્યા ઘણીવાર આરાધ્યા સાથે એકલી જાહેર કાર્યક્રમોમાં જોવા મળી છે. પરંતુ દિવાળી દરમિયાન પરિવારની સામે આવેલી તસવીરોએ અલગ જ ઝલક બતાવી હતી. નવ્યા નવેલી નંદાએ શેર કરેલી તસવીરમાં અગસ્ત્ય નંદા આરાધ્યાને ગળે લગાવતો જોવા મળ્યો હતો.

અભ્યાસ અને એક્ટિવિટી પર ધ્યાન આપી રહી છે આરાધ્યા

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા હાલમાં 15 વર્ષની થઈ છે. તે અમિતાભ અને જયા બચ્ચનની સૌથી નાની પૌત્રી છે. હાલ તે અભ્યાસ પર ધ્યાન આપી રહી છે. આ સિવાય શાળાની વિવિધ પ્રવૃત્તિઓ, ડ્રામા અને સ્ટેજ પ્લેમાં પણ ભાગ લે છે. ઐશ્વર્યા પણ અવારનવાર દીકરી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

આ પણ વાંચો: The Vvaan 2: સિક્વલમાંથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા દૂર થયા? જાણો ડિટેલ્સ