Kingમાં શાહરુખ ખાનની સામે લડશે અભિષેક બચ્ચન, એક્ટરે કર્યો મોટો ખુલાસો


King
Kingમાં શાહરુખ ખાનની સામે લડશે અભિષેક બચ્ચન, એક્ટરે કર્યો મોટો ખુલાસો


King
King: શાહરૂખ ખાનની મચઅવેટેડ એક્શન-થ્રિલર ફિલ્મ " કિંગ " એ ફેન્સમાં જબરદસ્ત ચર્ચા જગાવી છે. શાહરૂખ ખાન ખતરનાક ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અભિષેક બચ્ચન વિલનના રોલમાં જોવા મળશે. આ દરમિયાન અભિષેક બચ્ચને શાહરૂખ ખાન અને ફિલ્મ "કિંગ" સાથેના તેના સંબંધો વિશે ઘણી રસપ્રદ વિગતો શેર કરી છે.
અભિષેક બચ્ચને શાહરૂખ ખાનને પોતાનો "મોટો ભાઈ" ગણાવતા એક મોટો ખુલાસો કર્યો છે. તે કહે છે કે કિંગ ખાને તેના કરિયરમાં ઘણી વખત તેને વ્યક્તિગત રીતે મદદ કરી છે.
શાહરૂખ ખાને મારા કરિયરની જવાબદારી લીધી: અભિષેક
તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિષેક બચ્ચને કહ્યું કે "શાહરુખ ખાન મારા માટે મોટા ભાઈ જેવો છે. સાચું કહું તો, તેમને ઘણી વાર મારા કરિયરની વ્યક્તિગત જવાબદારી લીધી છે, જેમાં અમારી અપકમિંગ ફિલ્મ 'કિંગ'નો પણ સમાવેશ થાય છે." અભિષેકે બોલીવુડમાં પ્રવેશતા પહેલા શાહરુખ ખાનની નજીક હોવાનો ઉલ્લેખ કર્યો. તેમને તેમના બાળપણ અને શરૂઆતના દિવસોને યાદ કર્યા. તેને એમ પણ કહ્યું કે ઋતિક રોશન, ઉદય ચોપરા, સિકંદર ખેર સાથે રવિવારે ક્રિકેટ રમતા દરમિયાન શાહરુખ ખાન તેમને ગાઈડ કરતો હતો.
'કિંગ' અભિષેક બચ્ચનની પ્રિય ફિલ્મ કેમ છે?
અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો કે વર્ષો પહેલા તેવે શાહરૂખ ખાનને પૂછ્યું હતું કે તેની મનપસંદ ફિલ્મ કઈ છે. શાહરૂખ ખાનનો આ પ્રશ્નનો જવાબ અભિષેકના દિલમાં ઊંડે સુધી વસી ગયો છે. તેને કહ્યું કે "મારી મનપસંદ ફિલ્મ એ છે જે હું હાલમાં કરી રહ્યો છું. જો તે મારી મનપસંદ ફિલ્મ નથી, તો હું તે કેમ કરી રહ્યો છું? જે જતું રહ્યું તે જતું રહ્યું... પરંતુ અત્યારે, મારી મનપસંદ ફિલ્મ એ છે જે હું હાલમાં કરી રહ્યો છું." અભિષેકે કહ્યું કે તે પણ આ વિચારસરણીમાં માને છે, અને તેથી જ 'કિંગ' હાલમાં તેની પ્રિય ફિલ્મ છે.
બંને પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે
આ પહેલી વાર નથી જ્યારે શાહરૂખ ખાન અને અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. તેઓ અગાઉ કરણ જોહરની "કભી અલવિદા ના કહેના" અને ફરાહ ખાનની બ્લોકબસ્ટર "હેપ્પી ન્યૂ યર" માં સાથે જોવા મળ્યા છે. પરંતુ"કિંગ" પહેલી વાર હશે જ્યારે તેઓ એકબીજાનો સામનો કરશે.
આ પણ વાંચો: Kapil Sharma: સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી 'કપિલ શો'માં મળશે જોવા, ડ્રેસિંગ રૂમના સિક્રેટ ખોલશે





