Get News Alerts

Never miss breaking news updates.

72nd National Film Awards 2026: કાર્તિક આર્યન-યામી ગૌતમ બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ, અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર (કેવડિયા) ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં યોજાયેલા સમારોહમાં...
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 05:54 PM IST
72nd National Film Awards 2026: કાર્તિક આર્યન-યામી ગૌતમ બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ, અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ72nd National Film Awards 2026: કાર્તિક આર્યન-યામી ગૌતમ બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ, અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

72nd National Film Awards 2026

72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર (કેવડિયા) ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા કલાકારો, દિગ્દર્શકો અને ટેકનિશિયનોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

આ વર્ષે ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘આર્ટિકલ 370’ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જ્યારે દિગ્ગજ અભિનેતા અનંત નાગને વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી સિનેમા માટે પણ આ સમારોહ ખાસ રહ્યો છે, કારણ કે ‘મારણ (ધ હન્ટ)’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

કાર્તિક આર્યન અને યામી ગૌતમને પ્રથમ નેશનલ એવોર્ડ

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં કાર્તિક આર્યન અને યામી ગૌતમ માટે પણ ખાસ ક્ષણ રહી. ‘ચંદુ ચેમ્પિયન’માં તેમના અભિનય માટે કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતા અને ‘આર્ટિકલ 370’ માટે યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો. બંને કલાકારો માટે આ પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ છે.

અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

ભારતીય સિનેમામાં દાયકાઓ સુધીના યોગદાન બદલ દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. વિવિધ ભાષાઓની ફિલ્મો અને યાદગાર ભૂમિકાઓ માટે જાણીતા અનંત નાગની લાંબી ફિલ્મી કારકિર્દીને આ સન્માન સાથે માન્યતા આપવામાં આવી છે.

‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મ

આ વર્ષે ‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ફિલ્મ માટે શાશ્વત સચદેવને સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર સાથે સંબંધિત પુરસ્કાર મળ્યો છે. બીજી તરફ ‘પુષ્પા 2: ધ રૂલ’ અને ‘કલ્કિ 2898 AD’ જેવી ફિલ્મોએ પણ વિવિધ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા છે.

ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

ગુજરાતી સિનેમા માટે પણ 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ યાદગાર રહ્યા છે. ‘મારણ (ધ હન્ટ)’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ ભાષાઓની ફિલ્મોને તેમના સંબંધિત પ્રાદેશિક કેટેગરીમાં સન્માનિત કરવામાં આવી છે.

  • બેસ્ટ એક્ટર લીડિંગ રોલ - કાર્તિક આર્યન/મામૂટી

  • બેસ્ટ એક્ટ્રેસ લીડિંગ રોલ- યામી ગૌતમ

  • બેસ્ટ ફીચર ફિલ્મ- આર્ટિકલ 370

  • બેસ્ટ ડાયરેક્શન- આનંદ એલ. રાય (એકતા કા પ્રતિક)

  • સ્પેશિયલ મેન્શન- ચોલા ડોરા અને સુઈ (હિન્દી), ભદ્ર કાલી નાટકમ (મલયાલમ)

  • બેસ્ટ શોર્ટ ફિલ્મ- હમસફર (મરાઠી)

બેસ્ટ રીજનલ ફિલ્મ (શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ)

  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ- મારણ (ધ હન્ટ)

  • બેસ્ટ ફિલ્મ (હિન્દી)- શ્રીકાંત

  • બેસ્ટ તેલુગુ ફિલ્મ- કમિટી કુલ્લુ

  • બેસ્ટ તમિલ ફિલ્મ- રાયન

  • બેસ્ટ મરાઠી ફિલ્મ- મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી

  • બેસ્ટ ઓડિયા ફિલ્મ- લહરી

  • બેસ્ટ મલયાલમ ફિલ્મ- ફેમિનિચી ફાતિમા

  • બેસ્ટ કન્નડ ફિલ્મ- મિથિયા

  • બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ- શ્રીકાંત

  • બેસ્ટ ગઢવાલી ફિલ્મ- ઢોલી

  • બેસ્ટ બંગાળી ફિલ્મ- ચલચિત્ર એખોન

  • બેસ્ટ આસામી ફિલ્મ- જુઈફૂલ

  • બેસ્ટ મણિપુરી ફિલ્મ- સુનિતા

સ્ટન્ટ કોરિયોગ્રાફી

  • બેસ્ટ કોરિયોગ્રાફી- સ્ત્રી 2 (આજ કી રાત) વિજય ગાંગુલી

  • બેસ્ટ લિરિક્સ- જાને દો (મનોજ મુન્તશીર)

  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન- શાશ્વત સચદેવ (આર્ટિકલ 370)

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર

  • બેસ્ટ મેકઅપ- પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ)

  • બેસ્ટ કોસ્ટ્યુમ- પુષ્પા 2 (દીપાલી નૂર)

  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન- કલ્કિ 2898 AD (નિતિન ચૌધરી)

  • બેસ્ટ એડિટિંગ- માનવીર જસરોઇતિયા

  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન- ભૂલભૂલૈયા 3

બેસ્ટ સ્ક્રીનપ્લે

  • બેસ્ટ ડાયલોગ રાઇટર- લકી ભાસ્કર (વેંકી)

  • બેસ્ટ સિનેમેટોગ્રાફી- એડમોડ (લાઇફ ઇન લૂમ)

  • બેસ્ટ ફિમેલ પ્લેબેક- વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ)

બેસ્ટ મેલ પ્લેબેક

  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- સંજય મિશ્રા

  • બેસ્ટ ડોક્યુમેન્ટરી- રામ-નામી (હિન્દી)

  • બેસ્ટ આર્ટ કલ્ચર ફિલ્મ- મૈં નિદા (હિન્દી)

  • બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ- કાકોરી (હિન્દી)

  • બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર- રવિ રાજ મુર્મુ

  • બેસ્ટ નોન ફીચર ફિલ્મ- ભંગાર (મરાઠી-ઇંગ્લિશ)

  • ટેકનિકલ કેટેગરીમાં પણ અનેક ફિલ્મો સન્માનિત

ટેકનિકલ કેટેગરીમાં ‘સ્ત્રી 2’ માટે બેસ્ટ કોરિયોગ્રાફી, ‘જાને દો’ માટે બેસ્ટ લિરિક્સ, ‘આર્ટિકલ 370’ માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન, ‘પુષ્પા 2’ માટે બેસ્ટ કોસ્ટ્યુમ અને ‘કલ્કિ 2898 AD’ માટે બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન સહિત વિવિધ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા. આ ઉપરાંત ‘ભૂલભૂલૈયા 3’ને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન, ‘રામ-નામી’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી અને ‘ભંગાર’ને બેસ્ટ નોન-ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]