Get News Alerts

Never miss breaking news updates.

Vedanta Limited Dividend : વેદાંતા લિમિટેડના રોકાણકારો માટે સારા સમાચાર, કંપનીએ ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત, જાણી લો રેકોર્ડ ડેટ

Vedanta Limited Dividend : અનિલ અગ્રવાલની કંપની વેદાંતા લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ અંતરિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. કંપનીની બોર્ડ મીટિંગમાં પ્રતિ શેર ₹5ના ડિવિડન્ડને મંજૂરી મળી છે.
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 05:26 PM IST
Vedanta Limited Dividend : વેદાંતા લિમિટેડના રોકાણકારો માટે સારા સમાચાર, કંપનીએ ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત, જાણી લો રેકોર્ડ ડેટVedanta Limited Dividend : વેદાંતા લિમિટેડના રોકાણકારો માટે સારા સમાચાર, કંપનીએ ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત, જાણી લો રેકોર્ડ ડેટ

Vedanta Limited

Vedanta Limited Dividend : અનિલ અગ્રવાલની કંપની વેદાંતા લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ અંતરિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. 8 ઓક્ટોબરે યોજાયેલી કંપનીની બોર્ડ મીટિંગમાં પ્રતિ શેર ₹5ના ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ તરીકે 14 ઓક્ટોબર 2026 નક્કી કરી છે. 14 ઓક્ટોબર સુધીમાં જેમના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં શેરના લાભાર્થી માલિક તરીકે નોંધાયેલા હશે, તેઓ આ અંતરિમ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર રહેશે.

કેટલી છે કંપનીની માર્કેટ કેપ?

વેદાંતા એક મોટી મેટલ અને માઈનિંગ કંપની છે. ડિવિડન્ડની જાહેરાત વચ્ચે 8 ઓક્ટોબરના ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર શેર અગાઉના બંધ ભાવની સરખામણીએ લગભગ 3 ટકા ઘટીને ₹253.10 પર બંધ થયો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને આશરે ₹98,900 કરોડ થયું છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ ₹1 છે. BSE પર શેરનો 52 સપ્તાહનો એડજસ્ટેડ હાઇ ₹360.70 અને એડજસ્ટેડ લો ₹167.67 છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે, જ્યારે ત્રણ વર્ષના ગાળામાં તેની કિંમત 200 ટકાથી વધુ વધી છે. જૂન 2026ના અંત સુધી કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 54.72 ટકા હતી.

જૂન ક્વાર્ટરમાં નફો 72 ટકા વધ્યો

વેદાંતાનો એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ₹5,473 કરોડ રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 72 ટકા વધુ છે. ઓપરેશન્સમાંથી કન્સોલિડેટેડ રેવન્યુ 53.6 ટકા વધીને ₹24,205 કરોડ થયું હતું. કંપનીનો EBITDA પણ વાર્ષિક ધોરણે 98 ટકા વધીને ₹8,469 કરોડ થયો હતો. EBITDA માર્જિન 985 બેસિસ પોઈન્ટ વધીને 57 ટકા રહ્યું. 30 જૂન 2026 સુધી કંપનીનું કુલ દેવું ₹8,299 કરોડ હતું.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો : Share Market Crash : ભારતીય શેરમાર્કેટ થયું ધડામ, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાં

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.