Get News Alerts

Never miss breaking news updates.

Share Market Crash : ભારતીય શેરમાર્કેટ થયું ધડામ, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાં

Share Market Crash : ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. બજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટી પણ 380થી વધુ પોઈન્ટ તૂટ્યો.
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 03:17 PM IST
Share Market Crash : ભારતીય શેરમાર્કેટ થયું ધડામ, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાંShare Market Crash : ભારતીય શેરમાર્કેટ થયું ધડામ, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાં

Share Market Crash

Share Market Crash : ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. બજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટી પણ 380થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. બજારમાં આવેલા આ ઘટાડાને કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે અને અનેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે.

FIIએ કરી મોટી વેચવાલી

બજારના મોટા ભાગના શેરો રેડ ઝોનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ખાસ કરીને દિગ્ગજ કંપનીઓના શેરોમાં ઘટાડાની અસર બજારના મુખ્ય સૂચકાંકો પર જોવા મળી હતી. આ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII દ્વારા મોટી વેચવાલી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક બજારના નબળા સંકેતોની અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર પડી છે.

અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં 8 ટકાનો ઘટાડો

આ ઘટાડામાં અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં પણ ભારે દબાણ જોવા મળ્યું હતું. કંપનીના શેરમાં આશરે 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત મેક્સ હેલ્થકેર અને અપોલો હોસ્પિટલ્સના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો. બજારમાં વિવિધ સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળતા રોકાણકારોની ચિંતા વધી હતી. શેરબજારમાં આવેલા આ કડાકાની સીધી અસર રોકાણકારોના પોર્ટફોલિયો પર પડી છે. બજાર મૂડીમાં પણ મોટો ઘટાડો થતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. જોકે, બજારની અંતિમ સ્થિતિ અને કુલ માર્કેટ કેપમાં થયેલા ઘટાડાના ચોક્કસ આંકડા ટ્રેડિંગ સેશનના અંતે વધુ સ્પષ્ટ થશે.

બીજી તરફ, વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળો પણ ભારતીય બજાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ભારતના આયાત બિલ અને મોંઘવારી પર અસર કરી શકે છે. જેના કારણે બજારના રોકાણકારો વૈશ્વિક સંકેતો, FIIની આગામી ચાલ અને ક્રૂડના ભાવ પર નજર રાખી રહ્યા છે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો : Business News : સપ્ટેમ્બરમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે, 3.33 લાખ યુનિટનું થયું વેચાણ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.