Share Market Crash : શેરમાર્કેટમાં મોટો કડાકો, રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ધોવાયા


Share Market Crash
Share Market Crash : શેરમાર્કેટમાં મોટો કડાકો, રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ધોવાયા


Share Market Crash
Share Market Crash : ભારતીય શેરબજારમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 22,807ના સ્તરે પહોંચી ગયો, જ્યારે સેન્સેક્સમાં પણ 1,000થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. બજારમાં આવેલી આ મંદીના કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. 7 લાખ કરોડનો ઘટાડો થયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ટેક્નિકલ રીતે નિફ્ટી માટે 22,800નું સ્તર મહત્વપૂર્ણ સપોર્ટ માનવામાં આવે છે. હવે આ સ્તર જળવાઈ રહે છે કે તૂટે છે તેના પર બજારની આગામી દિશા અંગે રોકાણકારોની નજર છે. નિફ્ટી આ વર્ષે જાન્યુઆરીમાં 26,373.20ના ઓલટાઈમ હાઈ સુધી પહોંચ્યો હતો. ત્યાંથી તે આશરે 15 ટકા નીચે આવી ગયો છે.
મ્યુચ્યુઅલ ફંડ અને ETFમાં રોકાણ કરનારા રોકાણકારોમાં પણ ચિંતા વધી
રસપ્રદ બાબત એ છે કે નિફ્ટીનું વર્તમાન સ્તર મે 2024 દરમિયાન જોવા મળેલા સ્તરની આસપાસ છે. એટલે કે લગભગ 28 મહિનાથી બજાર એક ચોક્કસ દાયરામાં વધઘટ કરી રહ્યું છે. સતત ઘટાડાને કારણે ડાયરેક્ટ સ્ટોક્સ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ અને ETFમાં રોકાણ કરનારા રોકાણકારોમાં પણ ચિંતા વધી છે. બજારમાં ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળોની સાથે સ્થાનિક કારણો પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. સોમવારની બજારની ચાલને અસર કરનારા મુખ્ય સ્થાનિક પરિબળોમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યની 358માંથી 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય પણ સામેલ છે.
બજારમાં વેચવાલીનું દબાણ વધવાની શક્યતા
મહારાષ્ટ્રના લગભગ 74 ટકા વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન 21 દિવસથી વધુ વરસાદ ન પડવો અને ખરીફ પાકને થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બજારમાં સતત ઘટાડા વચ્ચે હવે રોકાણકારોની નજર આગામી દિવસોમાં નિફ્ટી 22,800ના મહત્વપૂર્ણ સ્તર પર ટકી રહે છે કે નહીં તેના પર છે. વધુ ઘટાડો થાય તો બજારમાં વેચવાલીનું દબાણ વધવાની શક્યતા રહેશે, જ્યારે સપોર્ટ જળવાય તો બજારમાં સ્થિરતા આવવાની શક્યતા અંગે નિષ્ણાતોનું ધ્યાન રહેશે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.
આ પણ વાંચો : Mumbai : મેગીના પેકેટમાં કીડા અને લાર્વા મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ, Nestle Indiaએ આપ્યો જવાબ





