Mumbai : મેગીના પેકેટમાં કીડા અને લાર્વા મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ, Nestle Indiaએ આપ્યો જવાબ


Mumbai
Mumbai : મેગીના પેકેટમાં કીડા અને લાર્વા મળ્યાનો ગ્રાહકનો આક્ષેપ, Nestle Indiaએ આપ્યો જવાબ


Mumbai
Mumbai : મુંબઈના કલ્યાણ વિસ્તારમાં એક ગ્રાહકે મેગી નૂડલ્સના પેકેટમાં કીડા અને લાર્વા મળ્યાનો આક્ષેપ કરતાં ખાદ્ય સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. ગ્રાહકના દાવા મુજબ મેગી નૂડલ્સ તૈયાર કરતી વખતે પેકેટમાંથી કીડા અને લાર્વા મળી આવ્યા હતા. આ પેકેટ પર ફેબ્રુઆરી 2027ની એક્સપાયરી ડેટ દર્શાવાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
આ ફરિયાદના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી
ઘટનાને પગલે સવાલ ઉઠી રહ્યો છે કે જો ઉત્પાદનની શેલ્ફ લાઈફ હજુ પૂર્ણ થઈ ન હતી, તો તેમાં આ પ્રકારની સમસ્યા કેવી રીતે ઊભી થઈ? જોકે, હાલ આ ફરિયાદના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA દ્વારા રાજ્યમાં ખાદ્ય ભેળસેળ અને ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. FDAને આ મામલાની નોંધ લઈને સંબંધિત ઉત્પાદનના નમૂના મેળવી લેબોરેટરીમાં તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. લેબોરેટરી તપાસ બાદ જ ફરિયાદમાં કરવામાં આવેલા દાવાની હકીકત અને ઉત્પાદનની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
શું કહ્યું Nestlé Indiaએ?
આ સમગ્ર મામલે Nestlé Indiaએ પણ પ્રતિક્રિયા આપી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીને આ ઘટનાની જાણ મીડિયા રિપોર્ટ્સ દ્વારા થઈ છે અને હજુ સુધી ગ્રાહક અથવા કોઈ અધિકારી દ્વારા કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો નથી. તેથી આ તબક્કે ફરિયાદની પ્રામાણિકતા અંગે કોઈ ટિપ્પણી કરી શકાય નહીં.
કંપનીએ વધુમાં જણાવ્યું કે તેના ઉત્પાદનો કાચા માલની ખરીદીથી લઈને ઉત્પાદન અને પેકેજિંગ સુધી અનેક સ્તરની ગુણવત્તા તપાસમાંથી પસાર થાય છે. તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં મજબૂત ક્વોલિટી કંટ્રોલ અને ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ અમલમાં હોવાનો પણ કંપનીએ દાવો કર્યો છે. Nestlé Indiaએ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાની પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : Man ki Baat : સર્જિકલ સ્ટ્રાઈકથી ઓપરેશન સિંદૂર સુધી, PM મોદીએ ગણાવી ભારતની નીતિ





