Get News Alerts

Never miss breaking news updates.

Business News : સપ્ટેમ્બરમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે, 3.33 લાખ યુનિટનું થયું વેચાણ

Business News : ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)ના બજારે સપ્ટેમ્બર 2026માં નવો રેકોર્ડ બનાવ્યો છે. FADA દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં દેશમાં કુલ 3,33,634 ઈલેક્ટ્રિક વાહનોનું રિટેલ વેચાણ થયું.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 05:24 PM IST
Business News : સપ્ટેમ્બરમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે, 3.33 લાખ યુનિટનું થયું વેચાણBusiness News : સપ્ટેમ્બરમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે, 3.33 લાખ યુનિટનું થયું વેચાણ

Business News

Business News : ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)ના બજારે સપ્ટેમ્બર 2026માં નવો રેકોર્ડ બનાવ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં દેશમાં કુલ 3,33,634 ઈલેક્ટ્રિક વાહનોનું રિટેલ વેચાણ થયું હતું. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ આ વેચાણમાં 74 ટકાનો વધારો નોંધાયો છે.

ઈલેક્ટ્રિક વાહનોના વેચાણે વાસ્તવિક રીતે નવો સર્વકાલીન રેકોર્ડ બનાવ્યો

વિવિધ વાહન કેટેગરીમાં ઈલેક્ટ્રિક વાહનોની કુલ બજાર હિસ્સેદારી પણ વધીને લગભગ 13 ટકા થઈ છે, જ્યારે સપ્ટેમ્બર 2025માં તે આશરે 10 ટકા હતી. FADAના અધ્યક્ષ સાઈ ગિરિધરે જણાવ્યું કે આ વૃદ્ધિ માત્ર ગયા વર્ષના નબળા આધારને કારણે નથી, પરંતુ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણે વાસ્તવિક રીતે નવો સર્વકાલીન રેકોર્ડ બનાવ્યો છે. હેવારોની માગ, ઈલેક્ટ્રિક વાહનોની ઓછી ઓપરેટિંગ કોસ્ટ, નવા મોડલના વધતા વિકલ્પો તેમજ PM E-DRIVE અને વિવિધ રાજ્યોની પ્રોત્સાહન યોજનાઓને કારણે EVની માગમાં વધારો થયો હોવાનું FADAનું માનવું છે.

40 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ

સપ્ટેમ્બરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. આ કેટેગરીમાં 2,07,314 વાહનો વેચાયા હતા, જે વાર્ષિક ધોરણે 88.67 ટકા અને માસિક ધોરણે 13.16 ટકા વધુ છે. EVની પેનિટ્રેશન વધીને 11.6 ટકા થઈ છે. ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ 36,108 યુનિટ રહ્યું, જે વાર્ષિક ધોરણે 94.56 ટકા વધ્યું છે. ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું વેચાણ 86,024 યુનિટ રહ્યું, જેમાં 40 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. આ કેટેગરીમાં EV પેનિટ્રેશન 64.9 ટકા રહ્યું. ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોનું વેચાણ 4,188 યુનિટ રહ્યું, જેમાં વાર્ષિક ધોરણે 158 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલિટી હવે માત્ર સબસિડી આધારિત નહીં, પરંતુ વધતી ગ્રાહક માગ આધારિત બજાર બની રહી છે.

આ પણ વાંચો : RBI Monetary Policy : RBIએ રેપો રેટ વધાર્યો, હોમ લોન સહિત આ લોન થશે મોંઘી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.