Reliance Industries Q2 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો 34 ટકા વધ્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો નોંધાયો

Reliance Industries Q2 Results: દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ વખતે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 08:32 PM IST
Reliance Industries Q2 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો 34 ટકા વધ્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો નોંધાયોReliance Industries Q2 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો 34 ટકા વધ્યો, અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો નોંધાયો

Reliance Industries Q2 Results

Reliance Industries Q2 Results: દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ વખતે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 34 ટકા વધીને રૂપિયા 29,550 કરોડ થયો છે. ગત વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ રૂપિયા 22,092 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ 30 ઓક્ટોબરના રોજ શેરબજાર બંધ થયા બાદ આ પરિણામો જાહેર કર્યા હતા.

રેવન્યુ અને EBITDA પણ રેકોર્ડ સ્તરે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. કંપનીની કન્સોલિડેટેડ રેવન્યુ વધીને રૂપિયા 3.62 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે. જ્યારે EBITDA વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂપિયા 62,409 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. કંપનીના ઓઈલ ટુ કેમિકલ્સ (O2C) બિઝનેસના મજબૂત પ્રદર્શનનો આ વૃદ્ધિમાં મોટો ફાળો રહ્યો છે. આ ઉપરાંત ડિજિટલ સર્વિસિસ અને રિટેલ બિઝનેસે પણ સારું પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ છમાસિકમાં રિલાયન્સનો કુલ નફો રૂપિયા 50,000 કરોડને પાર કરી ગયો છે. કોઈપણ નાણાકીય વર્ષની પ્રથમ છમાસિકમાં કંપનીએ પ્રથમ વખત આટલો મોટો નફો નોંધાવ્યો છે.

કંપનીનું દેવું ઘટ્યું

રિલાયન્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 38,153 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું. સપ્ટેમ્બરના અંતે કંપનીનું નેટ દેવું ઘટીને રૂપિયા 1.17 લાખ કરોડ થયું છે, જે જૂન ક્વાર્ટરમાં રૂપિયા 1.23 લાખ કરોડ હતું. કંપનીનો નેટ ડેટ અને EBITDA રેશિયો પણ 0.47 થયો છે. કંપનીનું આ પરિણામ વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ સારું રહ્યું હોવાનું જણાવાયું છે. હવે રોકાણકારોની નજર 3 નવેમ્બર, સોમવારના રોજ શેરબજાર ફરી ખુલ્યા બાદ રિલાયન્સના શેર પર થનારી અસર પર રહેશે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: Share Market News: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 308 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 23,000ને પાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.