Rajesh Power Services: રાજેશ પાવરને DGVCL પાસેથી મળ્યો રૂપિયા 1,629 કરોડનો મોટો ઓર્ડર, ઓર્ડર બુક રૂપિયા 5,400 કરોડે પહોંચી

Rajesh Power: ગુજરાતની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રની કંપની રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડને વધુ એક મોટો ઓર્ડર મળ્યો છે.
Kunjan Shukla
Rajesh Power ServicesRajesh Power Services

Rajesh Power Services

Rajesh Power: ગુજરાતની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રની કંપની રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડને વધુ એક મોટો ઓર્ડર મળ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા કંપનીને રૂપિયા 1,628.74 કરોડનો ટર્નકી પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે. કરવેરા સહિત મળેલા આ ઓર્ડરથી કંપનીની વિકાસયાત્રાને નવી ગતિ મળવાની શક્યતા છે. આ નવા ઓર્ડર સાથે કંપનીની કુલ ઓર્ડર બુક વધીને આશરે રૂપિયા 5,400 કરોડ થઈ ગઈ છે.

ઓર્ડર બુકમાં અંદાજે 35 ટકાનો વધારો નોંધાયો

અગાઉ કંપનીની ઓર્ડર બુક રૂપિયા 4,000 કરોડની હતી. આમ, નવા ઓર્ડરને પગલે ઓર્ડર બુકમાં અંદાજે 35 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ પાસેથી સતત બીજા મોટા ઓર્ડરની પ્રાપ્તિ કંપની માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ 24 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે. પ્રોજેક્ટ અંતર્ગત DGVCLની SI સ્કીમ હેઠળ વિવિધ સ્થળોએ હાલના 11/22 KVના હાઈટેન્શન (HT) અને લો ટેન્શન (LT) ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને આધુનિક અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર સિસ્ટમમાં SCADA સાથે સુસંગત આધુનિક ઉપકરણો પણ સ્થાપિત કરવામાં આવશે.

શું કામ કરે છે કંપની?

આ કામગીરીથી વીજ વિતરણ વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવામાં મદદ મળશે. કંપનીએ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં વાર્ષિક ધોરણે આવકમાં 46 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. સાથે જ કંપનીએ નફાકારકતા જાળવી રાખવાની સાથે રોકડ પ્રવાહમાં પણ સુધારો કર્યો છે.

પાંચ દાયકાથી વધુનો અનુભવ ધરાવતી રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં EPC સેવાઓ પૂરી પાડે છે. કંપની સબસ્ટેશન, પાવર કેબલ, ટ્રાન્સમિશન લાઈન, અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક જેવા પ્રોજેક્ટ્સમાં કાર્યરત છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઓડિશામાં પણ કંપનીની કામગીરી વિસ્તરેલી છે. વધતી ઓર્ડર બુક અને નવા પ્રોજેક્ટ્સને પગલે આગામી વર્ષોમાં કંપનીના વ્યવસાયિક વિસ્તરણની તકો મજબૂત બનવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Business News: અદાણી પોર્ટ્સનું મોટું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ, 2.56 અબજ યુરોમાં યુરોપની ઈવોસ કંપનીનું કર્યું અધિગ્રહણ