Business News: અદાણી પોર્ટ્સનું મોટું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ, 2.56 અબજ યુરોમાં યુરોપની ઈવોસ કંપનીનું કર્યું અધિગ્રહણ

Business News: અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું વ્યૂહાત્મક પગલું ભર્યું છે.
Kunjan Shukla
Business NewsBusiness News

Business News

Business News: અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું વ્યૂહાત્મક પગલું ભર્યું છે. કંપનીએ યુરોપની બીજી સૌથી મોટી સ્વતંત્ર લિક્વિડ સ્ટોરેજ ઓપરેટર ઈવોસ બી.વી. (EVOS B.V.)નું 2.56 અબજ યુરો એટલે કે અંદાજિત 2.56 બિલિયન યુરોની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર અધિગ્રહણ કરવાનો કરાર કર્યો છે. આ સંપૂર્ણ રોકડ આધારિત સોદા હેઠળ અદાણી પોર્ટ્સ, ઈગ્નિઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ પાસેથી ઈવોસમાં 100 ટકા હિસ્સેદારી ખરીદશે.

કંપનીનું EBITDA માર્જિન 56 ટકા જેટલું મજબૂત

આ સોદામાં ઈવોસનું ઈક્વિટી મૂલ્ય 1.18 અબજ યુરો નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે અધિગ્રહણનું મૂલ્યાંકન કેલેન્ડર વર્ષ 2025ના EV/EBITDAના 11.7 ગણું છે. આ સોદા માટે જરૂરી ભંડોળ દેવા મારફતે ઊભું કરવામાં આવશે. જોકે, આ અધિગ્રહણ માટે નિયમનકારી મંજૂરીઓ અને વર્ક્સ કાઉન્સિલ કન્સલ્ટેશનની પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી છે. ઈવોસ કંપનીએ વર્ષ 2025 દરમિયાન 392 મિલિયન યુરોની આવક નોંધાવી હતી, જ્યારે તેનું EBITDA 219 મિલિયન યુરો રહ્યું હતું. આ પ્રમાણે કંપનીનું EBITDA માર્જિન 56 ટકા જેટલું મજબૂત છે.

વૈશ્વિક ઊર્જા ક્ષેત્રમાં કંપનીના વિસ્તરણને નવી દિશા મળવાની અપેક્ષા

અધિગ્રહણ બાદ બંને કંપનીઓનો સંયુક્ત પ્રો-ફોર્મા નેટ ડેટ-ટુ-EBITDA રેશિયો 2.76 ગણો રહેવાની ધારણા છે, જે નાણાકીય વર્ષ 2027 સુધીમાં ઘટીને અંદાજે 2.5 ગણો થઈ શકે છે. નેધરલેન્ડમાં મુખ્ય મથક ધરાવતી ઈવોસ નેધરલેન્ડ, જર્મની, સ્પેન, બેલ્જિયમ અને માલ્ટામાં આઠ બંદર આધારિત ટર્મિનલનું સંચાલન કરે છે. કંપની પાસે કુલ 63 લાખ ક્યુબિક મીટરની લિક્વિડ સ્ટોરેજ ક્ષમતા છે. એમ્સ્ટરડેમ-રોટરડેમ-એન્ટવર્પ, હેમ્બર્ગ અને ભૂમધ્ય ક્ષેત્રમાં તેની મહત્વપૂર્ણ હાજરી છે.

અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટરે આ અધિગ્રહણને કંપનીની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ સોદો એક અબજ ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા હાંસલ કરવા અને વૈશ્વિક સ્તરે સંકલિત ટ્રાન્સપોર્ટ પ્લેટફોર્મ બનાવવાના લક્ષ્યને નજીક લાવશે. આ અધિગ્રહણથી યુરોપના મુખ્ય એનર્જી હબમાં અદાણી પોર્ટ્સની હાજરી મજબૂત બનવાની સાથે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રમાં કંપનીના વિસ્તરણને નવી દિશા મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: Gold Silver Price Rise: અમેરિકા ચૂંટણી બાદ સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો