Stock Market Rally: દિવાળી પહેલા શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં સતત બીજા દિવસે 1,000થી વધુ પોઈન્ટનો ઉછાળો

Stock Market Rally: ભારતીય શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. સપ્તાહના કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખુલ્યા હતા.
Kunjan Shukla
Stock Market sensex nifty hikeStock Market sensex nifty hike

Stock Market sensex nifty hike

Stock Market Rally: ભારતીય શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. સપ્તાહના કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખુલ્યા હતા. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે પણ 1,000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 76,760ના સ્તરે પહોંચ્યો. જ્યારે નિફ્ટી 279 પોઈન્ટ વધીને 23,720ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

ઉલ્લેખનીય છે કે 2 નવેમ્બરના રોજ પણ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અંદાજે 12 ટકાના ઉછાળાને કારણે બજારને મોટો ટેકો મળ્યો હતો. આજે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાથી બજારને પ્રોત્સાહન મળ્યું હતું. જોકે, ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાના અહેવાલો બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 105 ડોલરની આસપાસ કારોબાર કરી રહ્યું હતું.

આ કંપનીના શેરમાં આવ્યો ઉછાળો

શરૂઆતી કારોબારમાં ઈન્ટરગ્લોબ એવિએશનના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. તેના શેરમાં 2.91 ટકાનો વધારો નોંધાયો હતો અને ભાવ 5,063 રૂપિયા થયો હતો. શ્રીરામ ફાઈનાન્સના શેરમાં 2.35 ટકાનો ઉછાળો આવ્યો હતો. એશિયન પેઈન્ટ્સમાં 1.75 ટકા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં 1.66 ટકા અને HDFC બેન્કના શેરમાં 1.57 ટકાનો વધારો નોંધાયો હતો.

બજારમાં તેજીનો માહોલ

સેક્ટર મુજબ વાત કરીએ તો નિફ્ટી FMCG ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.43 ટકાની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત નિફ્ટી કેપિટલ માર્કેટમાં 1 ટકા, ફાઈનાન્શિયલ સર્વિસિસમાં 0.89 ટકા અને IT ઈન્ડેક્સમાં 0.85 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી હેલ્થકેર 0.54 ટકા અને નિફ્ટી ફાર્મા 0.52 ટકા ઘટ્યા હતા. આમ, એકંદરે બજારમાં તેજીનો માહોલ રહ્યો હતો.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: Indian Stock Market: દિવાળી પહેલા રોકાણકારો માટે ખુશીના સમાચાર, 8 લાખ કરોડની કરી કમાણી