Muhurat Trading 2026: મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ, સ્મોલકેપ શેરોમાં જોવા મળી તેજી


Share Market Muhurat Trading 2026
Muhurat Trading 2026: મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ, સ્મોલકેપ શેરોમાં જોવા મળી તેજી


Share Market Muhurat Trading 2026
Muhurat Trading 2026: ભારતીય શેરબજારમાં દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે બજાર લગભગ સપાટ બંધ થયું હતું. જોકે, લાર્જકેપ શેરોની સરખામણીએ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. બજારના અંતે સેન્સેક્સ 28.02 પોઈન્ટ એટલે કે 0.04 ટકાના ઘટાડા સાથે 80,999.40 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 43.95 પોઈન્ટ એટલે કે 0.18 ટકાના ઘટાડા સાથે 24,986.40 પર સ્થિર થયો હતો.
FMCG ક્ષેત્રના શેરોમાં ઘટાડો નોંધાયો
બીજી તરફ, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણકારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 81.50 પોઈન્ટના વધારા સાથે 60,688.15 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 191.35 પોઈન્ટ એટલે કે 1.01 ટકાની તેજી નોંધાઈ હતી અને તે 19,166.40 પર પહોંચ્યો હતો. સેક્ટર મુજબ જોઈએ તો નિફ્ટી ફાર્મા, મીડિયા, હેલ્થકેર, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ, એનર્જી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો સહિતના સૂચકાંકોમાં ખરીદી જોવા મળી હતી. બીજી તરફ રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ શેરબજારને નવી ઊંચાઈ તરફ લઈ જઈ શકે
સેન્સેક્સના શેરોમાં સન ફાર્મા, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, પાવર ગ્રિડ, અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના શેરોમાં તેજી રહી હતી. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડિગો, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, HDFC બેન્ક અને TCS સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન થયેલી ખરીદીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આશરે રૂપિયા 2 લાખ કરોડ વધીને રૂપિયા 505 લાખ કરોડ થયું હતું. બજારના નિષ્ણાતોના મતે આગામી સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, સ્થિર ચલણ, વિદેશી રોકાણકારોની વાપસી અને કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ જેવા પરિબળો શેરબજારને નવી ઊંચાઈ તરફ લઈ જઈ શકે છે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.




