Share Market Muhurat Trading 2026: દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ માટે ખુલશે શેરબજાર, નોંધી લો સમય


Share Market Muhurat Trading 2026
Share Market Muhurat Trading 2026: દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ માટે ખુલશે શેરબજાર, નોંધી લો સમય


Share Market Muhurat Trading 2026
Share Market Muhurat Trading 2026: દિવાળીના પર્વ સાથે ભારતીય શેરબજારમાં નવા હિંદુ સંવત વર્ષની શરૂઆત થશે. દર વર્ષની પરંપરા મુજબ દિવાળીના દિવસે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગનું વિશેષ સત્ર યોજવામાં આવે છે. આ વખતે 8 નવેમ્બર, રવિવારના રોજ દિવાળી હોવાથી સામાન્ય રજાના દિવસે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) મુહૂર્ત ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે. રોકાણકારો માટે આ સત્રનું વિશેષ ધાર્મિક અને આર્થિક મહત્ત્વ છે. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેર ખરીદવા અને નવા રોકાણની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે.
બપોરે 2:20થી 3:30 વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગ
BSE અને NSE દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ 8 નવેમ્બરના રોજ બપોરે 2:20થી 3:30 વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. આ પહેલા બપોરે 2:05થી 2:20 દરમિયાન પ્રી-સેશન યોજાશે. જ્યારે બ્લોક ડીલ માટે બપોરે 1:50થી 2:05 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ક્લોઝિંગ સેશન (નોન-સીએએસ) બપોરે 3:30થી 3:50 અને ક્લોઝિંગ સેશન (સીએએસ) 3:35થી 3:50 વાગ્યા સુધી રહેશે. પોસ્ટ ક્લોઝિંગ સેશન 3:50થી 4:00 વાગ્યા સુધી યોજાશે. આ દરમિયાન રોકાણકારો પરંપરાગત રીતે લક્ષ્મી-ગણેશની પૂજા કરીને નવા સંવતની શરૂઆત કરે છે.
છેલ્લા સાત દિવસથી બજારમાં તેજી, રોકાણકારોમાં ઉત્સાહ
દિવાળી પહેલા ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી છે. 6 નવેમ્બરના રોજ બજાર સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયું હતું. વૈશ્વિક બજારોમાં ઘટાડો છતાં ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી. નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર તરફનો અભિગમ બદલાઈ રહ્યો છે. બીજી તરફ એઆઈ અને ચિપ ક્ષેત્રના શેરોમાં વૈશ્વિક વેચવાલીનો લાભ ભારતીય બજારને મળી શકે છે.
10 નવેમ્બરે શેરબજારમાં રજા
મુહૂર્ત ટ્રેડિંગ બાદ 9 નવેમ્બરના રોજ શેરબજારમાં સામાન્ય કામકાજ ચાલુ રહેશે. જોકે, 10 નવેમ્બરના રોજ દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે BSE અને NSE બંને બંધ રહેશે. આ ઉપરાંત 24 નવેમ્બરના રોજ પ્રકાશ ગુરુપર્વ નિમિત્તે પણ શેરબજારમાં રજા રહેશે. તેથી રોકાણકારોએ ટ્રેડિંગ અને રોકાણનું આયોજન જાહેર કરાયેલા સમયપત્રક મુજબ કરવું જરૂરી છે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.




