Diwali 2026 : કાળી ચૌદસ નિમિત્તે રાંચરડાના હનુમાન મંદિરમાં વિશેષ ધાર્મિક આયોજન, હવન અને મહાઆરતીનું આયોજન કરાયું


Diwali 2026 રાંચરડાના હનુમાન મંદિર
Diwali 2026 : કાળી ચૌદસ નિમિત્તે રાંચરડાના હનુમાન મંદિરમાં વિશેષ ધાર્મિક આયોજન, હવન અને મહાઆરતીનું આયોજન કરાયું


Diwali 2026 રાંચરડાના હનુમાન મંદિર
Diwali 2026 : શનિવાર,તા. 7 નવેમ્બર, 2026ના રોજ યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમમાં હવન, મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરાયું છે. મંદિર તરફથી તમામ ભક્તોને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર, કાર્યક્રમની શરૂઆત સાંજે 4:00 વાગ્યે હવન સાથે થશે. ત્યારબાદ સાંજે 6:15 વાગ્યે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સાંજે 6:45 વાગ્યે મહાઆરતી યોજાશે અને ત્યારબાદ સાંજે 7:00 વાગ્યે ભક્તો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
દાદાના ભકતોને વિશેષ આમંત્રણ
મંદિરની વિશેષતા અંગે જણાવવામાં આવ્યું છે કે, આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે, જ્યાં હનુમાનજી વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે. શ્રી નીબ કરૌરી બાબાના આશીર્વાદથી બે વર્ષ પહેલાં આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી મંદિર ધીમે ધીમે ભક્તો માટે શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે.
કાળી ચૌદસના પાવન દિવસે હનુમાનજીની ઉપાસના અને ધાર્મિક અનુષ્ઠાનોનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ નિમિત્તે મંદિર પરિસરમાં યોજાનારા હવન અને મહાઆરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. હવન પૂર્ણ થયા બાદ મહાઆરતીમાં ભક્તો સામૂહિક રીતે જોડાઈ શકશે અને ત્યારબાદ પ્રસાદનો લાભ લઈ શકશે.
કાર્યક્રમની સમયસૂચિ
મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગ દ્વારા ભક્તોને પરિવારજનો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આ ધાર્મિક અવસરનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. શ્રી નીબ કરૌરી બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ હનુમાનજીના દર્શન અને આરતીમાં સહભાગી થવા માટે ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાળી ચૌદસના આ પાવન અવસરે રાંચરડાનું શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠશે.
સાંજે 4:00 વાગ્યે – હવન
સાંજે 6:15 વાગ્યે – હવનની પૂર્ણાહુતિ
સાંજે 6:45 વાગ્યે – મહાઆરતી
સાંજે 7:00 વાગ્યે – પ્રસાદ વિતરણ
આ પણ વાંચો : Kheda News : ખેડાના પીઠાઈ ગામમાં દુકાનમાં તોડફોડ, સાત શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ





