Shardiya Navratri 2026 : વડોદરાના શિશુ ગરબા મહોત્સવમાં માં અંબેની ભવ્ય પધરામણી, ભક્તિ ગીતોથી ગુંજ્યું સુભાનપુરા



Shishu Garba Mahotsav Welcomes Maa Amba
Shardiya Navratri 2026 : વડોદરાના શિશુ ગરબા મહોત્સવમાં માં અંબેની ભવ્ય પધરામણી, ભક્તિ ગીતોથી ગુંજ્યું સુભાનપુરા



Shishu Garba Mahotsav Welcomes Maa Amba
Shardiya Navratri 2026 : ઝાંસી કી રાણી મેદાન ખાતે યોજાનારા શિશુ ગરબા મહોત્સવ માટે સ્થાપિત કરવામાં આવનાર 21 ફૂટની વિશાળ માં અંબેની મૂર્તિની ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી. વેરાઈ માતા મંદિર, સુભાનપુરાથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
માતાજીની આગમન યાત્રા પહેલાં ભક્તિભાવપૂર્વક આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તિ ગીતોના તાલે અને માતાજીના જયઘોષ સાથે યાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા માતાજીની ભવ્ય મૂર્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગ પર ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
મોટી સંખ્યામાં ભકતો જોડાયા યાત્રામાં
આ યાત્રાની વિશેષતા એ રહી કે શિશુ ગરબા મહોત્સવની સાથે વિસ્તારના અન્ય 10 સાર્વજનિક ગરબા મંડળોમાં સ્થાપિત થનારી માતાજીની મૂર્તિઓની આગમન યાત્રા પણ સાથે નીકળી હતી. શ્રીરંગ રાજેશ આયરેના પ્રયાસોથી યોજાયેલી આ યાત્રામાં કુલ 11 ગરબા મંડળોની માતાજીની મૂર્તિઓ સામેલ થઈ હતી. આ આયોજનથી વિસ્તારના નવરાત્રી ઉત્સવને વધુ ભવ્યતા મળી હતી.
યાત્રા દરમિયાન ફાયર ક્રેકર શો, મલ્ટીમીડિયા લાઇટ શો અને ઢોલ-તાશાના નાદે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ આકર્ષણોએ યાત્રાની ભવ્યતામાં વધારો કર્યો હતો. માતાજીનાં દર્શન કરવા માટે રસ્તાની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
વર્ષોની પરંપરા હજી પણ યથાવત
વર્ષોની પરંપરા મુજબ યોજાયેલી આ આગમન યાત્રામાં વિસ્તારના શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ માતાજીની યાત્રામાં ભક્તિભાવથી જોડાયા હતા. સમગ્ર આયોજન દરમિયાન ધાર્મિક પરંપરા, એકતા અને સામૂહિક ઉત્સવની ભાવના જોવા મળી હતી.
શિશુ ગરબા મહોત્સવ નવરાત્રી દરમિયાન સુભાનપુરા વિસ્તારના મુખ્ય આકર્ષણોમાંનો એક બનવાની તૈયારીમાં છે. માં અંબેની ભવ્ય મૂર્તિના આગમન સાથે જ નવરાત્રીના રંગ અને ભક્તિનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. હવે શ્રદ્ધાળુઓ નવરાત્રી દરમિયાન માતાજીનાં દર્શન અને ગરબાની ઉજવણી માટે આતુર છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





