Get News Alerts

Never miss breaking news updates.

Shardiya Navratri 2026 : અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ‘GEN Z વિથ ABVP’ પ્રિ-નવરાત્રિ મહોત્સવ, યુવાનો ગરબે ઘૂમ્યા

Shardiya Navratri 2026 : નવરાત્રિના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં યુવાનોમાં નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Oct 2026 08:18 AM IST
Shardiya Navratri 2026 : અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ‘GEN Z વિથ ABVP’ પ્રિ-નવરાત્રિ મહોત્સવ, યુવાનો ગરબે ઘૂમ્યાShardiya Navratri 2026 : અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર ‘GEN Z વિથ ABVP’ પ્રિ-નવરાત્રિ મહોત્સવ, યુવાનો ગરબે ઘૂમ્યા

Shardiya Navratri 2026 Arvalli

Shardiya Navratri 2026 : આ માહોલ વચ્ચે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), અરવલ્લી દ્વારા રાષ્ટ્રીય કલામંચના માધ્યમથી પ્રથમવાર ‘માં જગદંબા નવલી રાત’ પ્રિ-નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘GEN Z વિથ ABVP’ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મા જગદંબાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત

પ્રિ-નવરાત્રિ મહોત્સવની શરૂઆત મા જગદંબાની આરતી સાથે કરવામાં આવી હતી. ધાર્મિક માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ભક્તિભાવ સાથે માતાજીની આરાધના કરી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું તુલસીના છોડ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણના જતન અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થતાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મોડાસા શહેરની વિવિધ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ મહોત્સવમાં જોડાવાની તક મળી હતી. અભ્યાસની વ્યસ્તતા વચ્ચે વિદ્યાર્થીઓએ સંગીત, ગરબા અને ઉત્સવના માહોલનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યુવક-યુવતીઓ પરંપરાગત ગરબાની રમઝટ સાથે ગરબે ઘૂમ્યાં હતાં. સમગ્ર આયોજનમાં નવરાત્રિની પરંપરા અને આજની યુવા પેઢીના ઉત્સાહનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

સેલ્ફી પોઇન્ટ બન્યો ખાસ આકર્ષણ

પાર્ટી પ્લોટમાં તૈયાર કરવામાં આવેલો ‘GEN Z વિથ ABVP’ સેલ્ફી પોઇન્ટ વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. યુવાનોએ અહીં સેલ્ફી અને તસવીરો લઈને કાર્યક્રમની યાદોને કેમેરામાં કેદ કરી હતી. સેલ્ફી પોઇન્ટ પર યુવાનોની ખાસ હાજરી જોવા મળી હતી. ABVP દ્વારા આયોજિત આ પ્રિ-નવરાત્રિ મહોત્સવે યુવાનોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જ્યો હતો. મા જગદંબાની આરાધના, પરંપરાગત ગરબા, યુવા સંસ્કૃતિ અને તુલસીના છોડ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ—આ તમામ બાબતો કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી. નવરાત્રિ પહેલાં યોજાયેલા આ મહોત્સવે અરવલ્લીના યુવાનોને એકસાથે મળીને ઉત્સવ માણવાનો અવસર પૂરો પાડ્યો હતો. ધાર્મિક આસ્થા અને સામાજિક જાગૃતિના સમન્વય સાથે યોજાયેલા આ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે