Get News Alerts

Never miss breaking news updates.

Ambaji Temple : અમદાવાદના ભક્તોની અનોખી ભેટ, જન્માષ્ટમી પહેલા દ્વારકા પહોંચશે

Ambaji Temple : ગુજરાતની ધાર્મિક પરંપરા અને ભક્તિની અનોખી ઝલક અંબાજીમાં જોવા મળી હતી. અમદાવાદના ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલું સુવર્ણ જડિત ચામર દ્વારકાધીશને અર્પણ કરવા માટે લઈ જવામાં આવી
Nisha Parmar
Nisha ParmarUpdated on: 29 Aug 2026 07:22 PM IST
Ambaji Temple : અમદાવાદના ભક્તોની અનોખી ભેટ, જન્માષ્ટમી પહેલા દ્વારકા પહોંચશેAmbaji Temple : અમદાવાદના ભક્તોની અનોખી ભેટ, જન્માષ્ટમી પહેલા દ્વારકા પહોંચશે

Ambaji Temple

Ambaji Temple : ગુજરાતની ધાર્મિક પરંપરા અને ભક્તિની અનોખી ઝલક અંબાજીમાં જોવા મળી હતી. અમદાવાદના ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલું સુવર્ણ જડિત ચામર દ્વારકાધીશને અર્પણ કરવા માટે લઈ જવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમી પર્વ પહેલા આ ચામર દ્વારકા પહોંચાડવામાં આવશે. દ્વારકા લઈ જતાં પહેલાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં તેની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ચમરી ગાયના પવિત્ર વાળમાંથી બનાવાયું ચામર

આ વિશેષ ચામર હિમાલય વિસ્તારમાં જોવા મળતી પવિત્ર ચમરી ગાયની પૂંછડીના વાળમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. ધાર્મિક પરંપરામાં ચામરને રાજોપચાર અને દેવસેવા સાથે જોડવામાં આવે છે.

હેન્ડલ સંપૂર્ણ સોનામાં તૈયાર

આ ચામરની સૌથી વિશેષ બાબત તેનું હેન્ડલ છે. ચામરનું હેન્ડલ સંપૂર્ણપણે સોનામાં બનાવવામાં આવ્યું છે, જેના કારણે આ ધાર્મિક ભેટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.

અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં પૂજા

સુવર્ણ જડિત ચામરને દ્વારકા લઈ જતાં પહેલાં અંબાજી મંદિર ખાતે ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. મંદિરના પૂજારી દ્વારા ગર્ભગૃહમાં ચામરની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

અધિકારીઓ પણ પૂજામાં જોડાયા

આ વિશેષ પૂજા પ્રસંગે અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ બાદ ચામરને દ્વારકા લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી હતી.

જય ભોલે ગ્રુપે તૈયાર કર્યું

અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા આ સુવર્ણ ચામર તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ગ્રુપના જણાવ્યા મુજબ, આ ચામર માત્ર રાજોપચારનું સાધન નથી, પરંતુ દેવાધિદેવ પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ, સન્માન અને ભક્તિભાવનું પવિત્ર પ્રતીક છે.

જન્માષ્ટમી પહેલા દ્વારકામાં પહોંચશે

આ સુવર્ણ જડિત ચામર હવે દ્વારકા લઈ જવામાં આવશે અને જન્માષ્ટમી પર્વ પહેલા દ્વારકા પહોંચાડવાનું આયોજન છે. ભક્તોની આ અનોખી ધાર્મિક ભેટ જન્માષ્ટમીના પાવન અવસરે વિશેષ આકર્ષણ બની શકે છે.

આ પણ વાંચો : Gujarat Farmers: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ ખરીદીની મુદતમાં 15 દિવસનો વધારો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.