નીરજ ચોપરાનો ધમાકો, 79.61 મીટર થ્રો સાથે ફાઈનલમાં એન્ટ્રી


નીરજ ચોપરાનો ધમાકો, 79.61 મીટર થ્રો સાથે ફાઈનલમાં એન્ટ્રી


ગ્લાસગો: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતા કોમનવેલ્થ ગેમ્સના જેવલિન થ્રો ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજે 79.61 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને પાંચમું સ્થાન મેળવ્યું હતું.
નીરજ ઉપરાંત ભારતના રોહિત યાદવ અને યશવીર સિંહે પણ ટોપ-12માં સ્થાન બનાવીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. હવે ભારતના ત્રણેય ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતરશે.
નીરજે ક્વોલિફિકેશનમાં પ્રથમ પ્રયાસમાં 76.28 મીટરનો થ્રો કર્યો હતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેમણે 79.61 મીટરનો શાનદાર થ્રો કર્યો હતો. આ પછી તેમણે ત્રીજો પ્રયાસ કર્યો નહોતો અને પાંચમા સ્થાન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ભારતના રોહિત યાદવે 78.37 મીટરનો થ્રો કરીને નવમું સ્થાન મેળવ્યું, જ્યારે યશવીર સિંહે 78.36 મીટર સાથે દસમું સ્થાન મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રુમેશ પથિરાગેએ 82.84 મીટરના શાનદાર થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (81.29 મીટર), દક્ષિણ આફ્રિકાના ડાઉ સ્મિટ (80.64 મીટર) અને ઇંગ્લેન્ડના બેન ઈસ્ટ (80.38 મીટર)એ પણ નીરજ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું.
બીજી તરફ, પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમે 78.63 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સાતમું સ્થાન મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે મેડલ માટેની મુખ્ય સ્પર્ધા શુક્રવારે મોડી રાત્રે યોજાશે.




