નવસારીના ગણદેવીમાં કરુણ અકસ્માત: ટેમ્પો વીજ તાર સાથે અથડાતા કરંટ લાગ્યો, ત્રણ મજૂરોના મોત


નવસારીના ગણદેવીમાં કરુણ અકસ્માત: ટેમ્પો વીજ તાર સાથે અથડાતા કરંટ લાગ્યો, ત્રણ મજૂરોના મોત


નવસારી: ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક એક કરુણ અકસ્માતમાં ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યા છે. ગામમાંથી પસાર થતો ટેમ્પો ઉપરથી પસાર થતા વીજળીના તાર સાથે અડી જતા તેમાં સવાર મજૂરોને કરંટ લાગ્યો હતો.
કરંટ લાગતાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે મજૂરોને સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંના એક મજૂરની સ્થિતિ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
આ ઘટનાને પગલે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત અનેક આગેવાનો ગણદેવા ગામ તરફ રવાના થયા છે. ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે અકસ્માત અંગે તપાસ ચાલી રહી છે અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




