નડિયાદમાં સરદાર પ્રતિમા સર્કલને જોડતા રસ્તાઓ પર કામગીરી ચાલુ, જાણો કયા રોડ મહિના સુધી બંધ



નડિયાદમાં સરદાર પ્રતિમા સર્કલને જોડતા રસ્તાઓ પર કામગીરી ચાલુ, જાણો કયા રોડ મહિના સુધી બંધ



Nadiad News: નડિયાદમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનની કામગીરીને પગલે સરદાર પ્રતિમા સર્કલને જોડતા વિવિધ માર્ગો પર એક મહિના માટે વાહનવ્યવહાર તેમજ રાહદારીઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવતા જનસુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. નડિયાદના પ્રતિબંધિત માર્ગોમાં સરદાર પ્રતિમાથી વન-વે સ્ટેશન તરફ જતો રોડ, ઘોડીયા બજારથી સરદાર પ્રતિમા સુધીનો રોડ, રેલ્વે સ્ટેશનથી સરદાર પ્રતિમા સુધીનો રોડ, સરદાર પ્રતિમાથી મહાનગરપાલિકા તરફ જતા રોડનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા જણાવવાયું છે કે, કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય અવર-જવર બંધ રહેશે. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ કામગીરી દરમિયાન તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નડીયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનની કામગીરી શહેરમાં વરસાદી પાણીના નિકાલની સુવિધા વધુ સશક્ત બનાવવા માટે હાથ ધરવામાં આવી છે.




