Get News Alerts

Never miss breaking news updates.

નડિયાદના મલ્હારપુરામાં લાકડાનાં પીઠામાં ભીષણ આગ, ફાયર વિભાગની 8 ટીમ ઘટનાસ્થળે

નડિયાદઃ નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં લાકડાનાં પીઠા (ડેપો)માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
Admin
AdminUpdated on: 14 May 2026 09:39 PM IST
નડિયાદના મલ્હારપુરામાં લાકડાનાં પીઠામાં ભીષણ આગ, ફાયર વિભાગની 8 ટીમ ઘટનાસ્થળેનડિયાદના મલ્હારપુરામાં લાકડાનાં પીઠામાં ભીષણ આગ, ફાયર વિભાગની 8 ટીમ ઘટનાસ્થળે

નડિયાદઃ નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં લાકડાનાં પીઠા (ડેપો)માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, આગ ખૂબ જ ઝડપથી વિકરાળ બની ગઈ હતી અને આસપાસના મકાનો સુધી પણ તેની અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આગ વધુ પ્રસરી જતાં સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નડિયાદ ટાઉન પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને કંટ્રોલમાં લેવા કામગીરી હાથ ધરી હતી.

આ ઘટના બન્યાને બે કલાકથી વધુ સમય વિત્યા બાદ પણ આગ હજુ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી. ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.