Get News Alerts

Never miss breaking news updates.

નડિયાદના જૂના ડુમરાલ બજારમાં આવેલી દિવ્યધરા સંસ્થામાં આગ, મોટી જાનહાનિ ટળી

Nadiad Fire: નડિયાદ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી આગની ઘટનાએ શહેરમાં ચિંતા વધારી છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં જુના ડુમરાલ રોડ પર આવેલી દિવ્યધરા સંસ્થા ખાતે એક બંધ રૂમમાં લાગેલા એસીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
Admin
AdminUpdated on: 16 May 2026 09:18 PM IST
નડિયાદના જૂના ડુમરાલ બજારમાં આવેલી દિવ્યધરા સંસ્થામાં આગ, મોટી જાનહાનિ ટળીનડિયાદના જૂના ડુમરાલ બજારમાં આવેલી દિવ્યધરા સંસ્થામાં આગ, મોટી જાનહાનિ ટળી

Nadiad Fire: નડિયાદ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી આગની ઘટનાએ શહેરમાં ચિંતા વધારી છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં જુના ડુમરાલ રોડ પર આવેલી દિવ્યધરા સંસ્થા ખાતે એક બંધ રૂમમાં લાગેલા એસીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.

આ ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા વોટર બ્રાઉઝરની મદદથી એસીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, આગ પહેલા માળે આવેલા બંધ રૂમમાં લાગી હતી. ત્યારે સમયસર ફાયરબ્રિગેડ પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નડિયાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી આગની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.