Get News Alerts

Never miss breaking news updates.

મોરબીના રફાળેશ્વરમાં કારખાનામાં ભીષણ આગ, ગોડાઉનમાં 1.59 લાખ મગફળીની બોરીઓને જોખમ

Morbi News: મોરબી જિલ્લાના રફાળેશ્વર ગામમાં આવેલા કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કારખાનામાં ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યાં મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો.
Admin
AdminUpdated on: 04 Jul 2026 08:52 PM IST
મોરબીના રફાળેશ્વરમાં કારખાનામાં ભીષણ આગ, ગોડાઉનમાં 1.59 લાખ મગફળીની બોરીઓને જોખમમોરબીના રફાળેશ્વરમાં કારખાનામાં ભીષણ આગ, ગોડાઉનમાં 1.59 લાખ મગફળીની બોરીઓને જોખમ

Morbi News: મોરબી જિલ્લાના રફાળેશ્વર ગામમાં આવેલા કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કારખાનામાં ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યાં મોટી સંખ્યામાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગોડાઉનમાં અંદાજે 1,59,000 મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. આ જથ્થો ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી મગફળીને હાલ માટે આ ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આગ લાગતાં મગફળીના વિશાળ જથ્થાને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરીમાં જોડાઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.