મોરબીમાં પતિ 2000 ભાડું ન ભરી શક્યો... મકાનમાલિકે પત્ની-દીકરી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ



ફાઇલ ફોટો
મોરબીમાં પતિ 2000 ભાડું ન ભરી શક્યો... મકાનમાલિકે પત્ની-દીકરી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ



ફાઇલ ફોટો
Morbi Crime News: ગુજરાતના મોરબીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મકાનમાલિકને ભાડું ન ચૂકવી શકતા એક વ્યક્તિએ તેની જ પત્ની અને સગીર દીકરીને મકાનમાલિકને સોંપી દીધી હતી. ત્યારે મકાનમાલિકે તમામ હદ વટાવીને મા સહિત 13 વર્ષીય દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પત્નીની ફરિયાદને આધારે આખરે પોલીસ દોડતી થઈ હતી અને આરોપી મકાનમાલિક સહિત તેના પતિની ધરપકડ કરી હતી.
પરિવારમાં આર્થિક સંકટ
મળતી માહિતી પ્રમાણે, પરિવાર અંદાજે 6 મહિના પહેલાં કામની શોધખોળમાં મોરબી આવ્યો હતો. જ્યાં તેમણે 2000 રૂપિયા પ્રતિ માસના ભાડા પેટે ઘર રાખ્યું હતું. પરંતુ પતિને સ્થાયી કામ ન મળવાને કારણે પરિવારમાં આર્થિક સંકડામણ સર્જાઈ હતી. ત્યારે તેને કારણે મકાનનું ભાડું ભરી શકતા નહોતા.
મકાનમાલિકનો સંબંધી પણ સામેલ
ફરિયાદ પ્રમાણે, ભાડું ન મળવાથી મકાનમાલિકે પતિની સહમતિ સાથે મહિલા અને તેની દીકરીને હવસનો શિકાર બનાવી હતી. બંનેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને મકાનમાલિકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કાળી કરતૂતમાં મકાનમાલિક સાથે તેનો સંબંધી પણ સામેલ હતો.
પોલીસ ફરિયાદને આધારે કાર્યવાહી
પીડિત મહિલાની ફરિયાદને આધારે, પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને પોક્સો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ નિરીક્ષક વાય.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, મકાનમાલિક અને પીડિતાના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. મકાનમાલિકના પોલીસ રિમાન્ડ પત્યા પછી તેને જેલભેગો કરવામાં આવશે. આ ગુનામાં સામેલ ફરાર સંબંધી સહિત અન્ય સહયોગીઓ ફરાર હોવાથી તાત્કાલિક તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




