Get News Alerts

Never miss breaking news updates.

અરવલ્લીના મોડાસામાં માત્ર 15 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ

અરવલ્લીના મોડાસા શહેરમાં માત્ર 15 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના ચાર રસ્તા, માલપુર આઇકોનિક રોડ અને મેઘરજ રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, જ્યારે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 31 Jul 2026 12:41 PM IST
અરવલ્લીના મોડાસામાં માત્ર 15 મિનિટમાં 1.5 ઇંચ વરસાદઅરવલ્લીના મોડાસામાં માત્ર 15 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ

અરવલ્લી: મોડાસા શહેરમાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસતાં માત્ર 15 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના ચાર રસ્તા વિસ્તાર તેમજ માલપુર આઇકોનિક રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત મેઘરજ રોડ પર દ્વારકાપુરી નજીક પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

ધોધમાર વરસાદને કારણે શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.