Get News Alerts

Never miss breaking news updates.

દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવેઃ પ્રફુલ પાનશેરિયા

Praful Pansheriya: અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
Admin
AdminUpdated on: 24 Jun 2026 04:21 PM IST
દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવેઃ પ્રફુલ પાનશેરિયાદર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવેઃ પ્રફુલ પાનશેરિયા

Praful Pansheriya: અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બ્લડ પ્લાઝ્મા જેવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી અત્યંત ગંભીર અને માનવતાવિરોધી પ્રવૃત્તિ છે. આવા કૃત્યો આરોગ્ય વ્યવસ્થા પ્રત્યે લોકોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે, તેથી સરકાર આ મામલે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બ્લડ બેન્કો, પ્લાઝ્મા કલેક્શન સેન્ટરો અને સંબંધિત એકમોની કામગીરી પર વધુ કડક દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે નિયંત્રણ અને મોનિટરિંગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર કૌભાંડના તથ્યો બહાર આવશે અને જવાબદાર તમામ લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દર્દીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈને છોડવામાં નહીં આવે. પારદર્શક અને નિષ્પક્ષ તપાસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
 
AUTHOR
Admin

Admin

Author details are not available.