મેક્સિકોએ FIFA વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ મેચ જીતી, સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું



મેક્સિકોએ FIFA વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ મેચ જીતી, સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું



FIFA વર્લ્ડ કપ 2026ની શરૂઆત મેક્સિકોના શાનદાર વિજય સાથે થઈ છે. ઓપનિંગ મેચમાં મેક્સિકોએ સાઉથ આફ્રિકાને 2-0થી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. આ મેચ મેક્સિકો સિટીના એઝટેકા સ્ટેડિયમમાં રમાઈ હતી.
મેચની શરૂઆતથી જ મેક્સિકોએ આક્રમક રમત બતાવી હતી. 9મી મિનિટે જુલિયન ક્વિનોનેસે સાઉથ આફ્રિકાના ગોલકીપરની ભૂલનો લાભ લઈને પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ 67મી મિનિટે સ્ટ્રાઇકર રાઉલ જિમેનેઝે સુંદર હેડર દ્વારા બીજો ગોલ કરીને ટીમની લીડ બમણી કરી હતી.
સાઉથ આફ્રિકાની ટીમ માટે મેચ મુશ્કેલ બની ગઈ હતી, કારણ કે તેમને બે રેડ કાર્ડ મળ્યા હતા. 49મી મિનિટે સ્પિફેલો સિથોલેને પાછળથી ફાઉલ બદલ મેદાન બહાર મોકલવામાં આવ્યો હતો. જ્યારે 84મી મિનિટે થેમ્બા ઝ્વાનેને હિંસક વર્તન બદલ બીજો રેડ કાર્ડ મળ્યો હતો, જેના કારણે સાઉથ આફ્રિકા 9 ખેલાડીઓ સુધી સીમિત થઈ ગઈ હતી.
મેચ દરમિયાન ફિફા પ્રમુખ જીઆની ઇન્ફેન્ટિનોએ વર્લ્ડ કપ ટ્રોફી રજૂ કરી હતી. ઓપનિંગ સેરેમનીમાં સલ્મા હાયેક સહિત અનેક આંતરરાષ્ટ્રીય કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું, જ્યારે શકીરા અને બર્ના બોયે ટુર્નામેન્ટનું ઓફિશિયલ ગીત રજૂ કર્યું હતું.
આ જીત સાથે મેક્સિકોએ વર્લ્ડ કપ 2026માં મજબૂત શરૂઆત કરી છે અને આગળના મુકાબલાઓ માટે આત્મવિશ્વાસ વધાર્યો છે.




