લાલપુરમાં પોલીસનો મેગા દરોડો: ₹1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, 6 આરોપીઓ ફરાર

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે મેગા દરોડો પાડી ₹1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
Growth Now News
Growth Now News
લાલપુરમાં પોલીસનો મેગા દરોડો: ₹1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, 6 આરોપીઓ ફરારલાલપુરમાં પોલીસનો મેગા દરોડો: ₹1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, 6 આરોપીઓ ફરાર

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે મેગા દરોડો પાડી ₹1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસની કાર્યવાહી દરમિયાન 9,024 બોટલ ઇંગ્લિશ દારૂ અને 18 હજાર ચપલા સહિત કુલ ₹1.30 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂના જથ્થાની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર ટ્રક પણ પોલીસે જપ્ત કર્યા છે.

PSI એસ.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા બચુભા જાડેજાને મળેલી બાતમીના આધારે લાલપુર પોલીસે આરબલુસ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.

પોલીસે આ મામલે હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશભાઈ જેઠાભાઈ પરમાર, દશરથસિંહ વનરાજસિંહ જાડેજા સહિત અન્ય તપાસમાં ખુલનારા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કુલ છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા માટે લાલપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોના માટે મોકલવામાં આવ્યો હતો અને સમગ્ર રેકેટ પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાતમાં દારૂ સપ્લાયના મોટા નેટવર્કની આશંકાને પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.