Get News Alerts

Never miss breaking news updates.

લાલપુરમાં ખેડૂતો-માલધારીઓનો જનઆક્રોશ: સૌની યોજનાનું પાણી છોડવા સહિત વિવિધ માંગણીઓ સાથે પ્રાંત કચેરીએ આવેદન

જામનગર જિલ્લાના લાલપુર ખાતે ખેડૂતો અને માલધારીઓના વિવિધ પ્રશ્નોને લઈને જનઆક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાનીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો, સ્થાનિક ખેડૂત નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો-માલધારીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.
Admin
AdminUpdated on: 22 Jul 2026 12:45 PM IST
લાલપુરમાં ખેડૂતો-માલધારીઓનો જનઆક્રોશ: સૌની યોજનાનું પાણી છોડવા સહિત વિવિધ માંગણીઓ સાથે પ્રાંત કચેરીએ આવેદનલાલપુરમાં ખેડૂતો-માલધારીઓનો જનઆક્રોશ: સૌની યોજનાનું પાણી છોડવા સહિત વિવિધ માંગણીઓ સાથે પ્રાંત કચેરીએ આવેદન

જામનગર જિલ્લાના લાલપુર ખાતે ખેડૂતો અને માલધારીઓના વિવિધ પ્રશ્નોને લઈને જનઆક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાનીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો, સ્થાનિક ખેડૂત નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો-માલધારીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.

ખેડૂત હિત રક્ષક સમિતિ અને સ્થાનિક આગેવાનોના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા લાલપુર અને જામજોધપુર તાલુકામાં સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોનો દાવો છે કે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે પાક સુકાવાની સ્થિતિ સર્જાઈ રહી છે અને ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઓછા વરસાદને કારણે માલધારીઓ માટે ઘાસચારાની સમસ્યા ઉભી થઈ હોવાનું જણાવીને તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

સૌની યોજનાથી હજુ પણ વંચિત રહેલા ગામોમાં નવા વાલ્વ મુકવા માટે ટેકનિકલ સર્વે હાથ ધરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રાંત કચેરી ખાતે ખેડૂતો દ્વારા એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલ પણ કરવામાં આવી હતી.

આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે સરકારના નિર્ણય તરફ ખેડૂતો અને માલધારીઓની નજર છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.