Get News Alerts

Never miss breaking news updates.

કપડવંજમાં માતા સહિત બે દીકરીની કેનાલમાં મોતની છલાંગ, પિતાને જાણ થતાં તે પણ કૂદ્યા

ખેડાઃ કપડવંજના ફતિયાવાદ પાસે સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ બે દીકરીઓ સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારે ત્રણેયના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Admin
AdminUpdated on: 08 May 2026 07:58 PM IST
કપડવંજમાં માતા સહિત બે દીકરીની કેનાલમાં મોતની છલાંગ, પિતાને જાણ થતાં તે પણ કૂદ્યાકપડવંજમાં માતા સહિત બે દીકરીની કેનાલમાં મોતની છલાંગ, પિતાને જાણ થતાં તે પણ કૂદ્યા

ખેડાઃ કપડવંજના ફતિયાવાદ પાસે સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ બે દીકરીઓ સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારે ત્રણેયના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કપડવંજના ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પરિણીતાએ બે દીકરીઓ સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારે પરિણીતાએ સૌથી પહેલાં દીકરીઓને કેનાલમાં ફેંકી હતી અને ત્યારબાદ પોતે પણ કૂદી ગઈ હતી.

આ ઉપરાંત પરિણીતાના પતિને આ ઘટનાની જાણ થતાં તે પણ આવી પહોંચ્યો હતો અને કેનાલમાં કૂદી પડ્યો હતો. પતિ-પત્ની અને બે પુત્રીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા જ કપડવંજ ફાયરવિભાગની ટીમ  અને આતરસુંબા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અત્યાર સુધીમાં બે દીકરીઓ અને માતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે પિતાની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે, મૃતક મા-દીકરીઓ કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.