Get News Alerts

Never miss breaking news updates.

કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, FSL રિપોર્ટમાં મોટા ખુલાસા

Kapadvanj Factory Blast: કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં એફએસએલ રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે. ફેક્ટરીમાંથી લેવામાં આવેલા નમૂનામાં પોટેશિયમ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથાઇલ એસિટેટની હાજરીની પુષ્ટિ થઈ છે.
Admin
AdminUpdated on: 30 Jun 2026 01:44 PM IST
કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, FSL રિપોર્ટમાં મોટા ખુલાસાકપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, FSL રિપોર્ટમાં મોટા ખુલાસા

Kapadvanj Factory Blast: કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં એફએસએલ રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે. ફેક્ટરીમાંથી લેવામાં આવેલા નમૂનામાં પોટેશિયમ નાઇટ્રેટ, સેલ્યુલોઝ નાઇટ્રેટ અને ઇથાઇલ એસિટેટની હાજરીની પુષ્ટિ થઈ છે.

રિપોર્ટ મુજબ આ ત્રણેય કેમિકલ્સ ભારે વિસ્ફોટક બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે અન્ય કેમિકલ્સની તપાસ હજુ ચાલુ છે અને અંતિમ રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવશે.

આ સમગ્ર કેસની તપાસ હવે ખેડા એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. એસઓજી ટીમે ઈજાગ્રસ્તો અને ઘટનામાં બચી ગયેલા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે.

ફેક્ટરી સંચાલક અને મુખ્ય આરોપી મિતુલ પટેલ હજુ સુધી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન એસઓજીએ આરોપીના અમદાવાદના ઇસનપુર સ્થિત નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી, જ્યાં તેની માતા હાજર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની શોધખોળ તેજ કરી છે અને તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.