જૂનાગઢઃ સક્કરબાગમાં વાઘ-સિંહના બચ્ચાં બન્યા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ વાઘ અને સિંહના નાના બચ્ચાં પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માતા દ્વારા તરછોડાયેલા આ બચ્ચાંને સમયસર રેસ્ક્યૂ કરી સક્કરબાગ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારથી ઝૂના કર્મચારીઓની દેખરેખ હેઠળ તેમની સંભાળ અને ઉછેર કરવામાં આવી રહ્યો છે.
Rahul Desai
Rahul Desai
જૂનાગઢઃ સક્કરબાગમાં વાઘ-સિંહના બચ્ચાં બન્યા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્રજૂનાગઢઃ સક્કરબાગમાં વાઘ-સિંહના બચ્ચાં બન્યા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ વાઘ અને સિંહના નાના બચ્ચાં પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માતા દ્વારા તરછોડાયેલા આ બચ્ચાંને સમયસર રેસ્ક્યૂ કરી સક્કરબાગ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારથી ઝૂના કર્મચારીઓની દેખરેખ હેઠળ તેમની સંભાળ અને ઉછેર કરવામાં આવી રહ્યો છે.

શરૂઆતમાં ખૂબ જ નાના અને નાજુક દેખાતા આ બચ્ચાં હવે ધીમે ધીમે મોટા થઈને સ્વસ્થ બન્યા છે. સક્કરબાગમાં રમતિયાળ અંદાજમાં ફરતા આ વાઘ અને સિંહના બચ્ચાંને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને બાળકોમાં આ બચ્ચાંને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઝૂ તંત્રના જણાવ્યા અનુસાર, માતાથી અલગ પડી ગયેલા આવા બચ્ચાંને જો સમયસર રેસ્ક્યૂ કરવામાં ન આવે તો તેમના જીવન સામે જોખમ ઊભું થઈ શકે છે. જેથી તેમને સક્કરબાગમાં લાવી નિષ્ણાતોની દેખરેખ હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે સક્કરબાગમાં નવી સોવેનિયર શોપ પણ શરૂ કરવામાં આવી છે. અહીં સિંહ, વાઘ અને અન્ય વન્યજીવોના ફોટાવાળા ટી-શર્ટ, કેપ, મગ, કી-ચેઇન સહિતની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે.

ઝૂ તંત્રનું માનવું છે કે આ શોપથી વન્યજીવ સંરક્ષણ અંગે જાગૃતિ વધશે અને સ્થાનિક કલાકારોને પણ રોજગારીની તક મળશે. નવા આકર્ષણો સાથે જૂનાગઢના પ્રવાસનને પણ વેગ મળવાની આશા છે.